આરોપી સામે લોકોએ ફિટકાર વરસાવી ફાંસીની સજા કરવામાં આવેની સમગ્ર પંથકમાં માંગ ઉઠી
અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એક આઠ વર્ષીય બાળકી નજીકના ગામમાં આવેલ દુકાન પર બિસ્કિટ લેવા પહોંચતા હવસખોર દુકાનદારને વાસનાનો કીડો સળવળતા બાળકીને ડુંગર વિસ્તારમાં ખેચી જઈ દુષ્કર્મનો પ્રયાસ કરતા અગમ્ય કારણોસર નિષ્ફળ રહ્યો હતો જોકે હવસખોરે બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપતા બાળકી ડરેલી હાલતમાં ઘરે પહોંચી માતાને જાણ કરતા માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા માલપુર પોલીસે હવસખોર દુકાનદારને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
માલપુરના વાંકાનેડા ગામના આવેલી દુકાનમાં નજીક ગ્રામ્ય વિસ્તારમાંથી આઠ વર્ષીય બાળકી સવારે બિસ્કિટ લેવા ગઈ હતી નાની બાળકીને એકલી જોઈ દુકાનદાર નાના રમણ ખાંટ (રહે,બોરફળિયું) મનમાં વાસનાનો કીડો સળવળતા દીકરીની એકલતાનો લાભ લઈ અપહરણ કરી નજીક ડુંગરની તળેટીમાં લઈ ગયો હતો દીકરીના કપડાં કાઢી દુષ્કર્મનો પ્રયાસ કરી ઘરે કોઈને જાણ કરી તો રાત્રે ઘરે આવી ફરીથી ડુંગર પર લઈ જઈ જાનથી મારી નાખશેની ધમકી આપી બાળકીને છોડી મૂકતા બાળકી સમગ્ર ઘટના અંગે માતાને જાણ કરતા માતા સમસમી ઉઠી હતી અને માલપુર પોલીસ સ્ટેશનમાં નાના રમણ ખાંટ સામે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી
અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ ગુન્હાની ગંભીરતાને પગલે માલપુર પોલીસ,એલસીબી,એસઓજીને હવસખોર આરોપીને ઝડપી પાડવા સખ્ત સૂચના આપતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો હવસખોરનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા






