28.2 C
Gujarat
Monday, August 10, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી: 5 વર્ષની બાળકીના રેપ વિથ મર્ડર કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટનો કડક...

અરવલ્લી: 5 વર્ષની બાળકીના રેપ વિથ મર્ડર કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટનો કડક ચુકાદો, આરોપીને આજીવન કેદ

0
2

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક ગામમાં વર્ષ 2023 દરમિયાન 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવાના જઘન્ય ગુનામાં અરવલ્લી જિલ્લા નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ધનસુરા તાલુકાના એક ગામમાં રહેતી 5 વર્ષની બાળકી પાડોશમાં રહેતા આરોપીના ઘરે રમવા ગઈ હતી. તે દરમિયાન આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચરી બાદ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. આ બનાવ અંગે ધનસુરા પોલીસ મથકે ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ કેસની સુનાવણી અરવલ્લી જિલ્લા નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી હતી. કેસ દરમિયાન સરકારી વકીલ ડી. એસ. પટેલ દ્વારા રજૂ કરાયેલી ધારદાર દલીલો તથા મજબૂત પુરાવાઓના આધારે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી કે. કે. શુક્લાએ ધનસુરા તાલુકાના કેશરપુરા ગામના જ્યંતિભાઈ અળખાભાઈ પરમારને દોષિત ઠેરવી આજીવન કેદની સજા, રૂ. 70,000નો દંડ તેમજ ભોગ બનનાર બાળકીના પરિવારને રૂ. 5 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!