32.8 C
Gujarat
Thursday, August 20, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : મોડાસામાં યુવતીની છેડતી કરનાર બે લુખ્ખાઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

અરવલ્લી : મોડાસામાં યુવતીની છેડતી કરનાર બે લુખ્ખાઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

0
1076

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં રોડ રોમિયો અને આવારાપન કરતા લુખ્ખાઓ સામે ટાઉન પોલીસે દંડો ઉગામી કાયદાનું ભાન કરાવી રહી છે મોડાસાના માલપુર રોડ પર કેનાલ પાસેથી પસાર થતી યુવતીનો હાથ પકડી મોઢું દબાવવાનો પ્રયત્ન કરી છેડતી કરનાર બે લુખ્ખાઓને મોડાસા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લઇ ઘટનાસ્થળે લઈ જઈને ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન કરતા લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા બંને લુખ્ખાની પોલીસે ચાલ બદલી નાખી હતી

મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ કેનાલ રોડ પર યુવતીને એકલી જોઈ બે લુખ્ખાઓના મનમાં વાસનાનો કિડો સળવળતા યુવતી પાસે પહોંચી હાથ પકડી લઇ મોઢું દબાવતા યુવતી ચોંકી ઉઠી હતી યુવતીએ હિંમત દાખવી બુમાબુમ કરી બંને હવસખોર ફરાર થઇ ગયા હતા યુવતી તેની સાથે છેડતીની ઘટના બનતા ચોંકી ઉઠી હતી અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

મોડાસા ટાઉન પીઆઈ રોહિત ચૌધરી અને તેમની ટીમે ભોગ બનનાર યુવતીને શાંતવાના આપી બંને હવસખોરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવી કેનાલ રોડ પર લઇ જઈ ઘટનાનું ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતા લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા બંને લુખ્ખાઓ પોલીસની માફી માંગતા અને બે હાથજોડી હવેથી ભૂલ નહીં થાય કહી રીતસરના કાકલુદી કરતા જોવા મળ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!