અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ભેટાલી ગામના ઢાળ પર પસાર થતા બાઈક ચાલકને આડે કૂતરું ઉતરતા બાઈક ચાલક રોડ પર પટકાતા અકસ્માતમાં બાઈક ચાલકને ઇજાઓ પહોંચતા રોડ પરથી પસાર થતા માહિતી મદદનીશ અધિકારી પળનો વિલંબ કર્યા વગર તેમની કારમાં તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડી માનવતા મહેકાવી હતી ઇજાગ્રસ્તના પરિવારજનોએ મહિલા અધિકારીએ કરેલ મદદની સરાહના કરી હતી
અરવલ્લી માહિતી વિભાગમાં મદદનીશ અધિકારી તરીકે ફરજ બજાવતા રેશ્માબેન નિનામા સોમવારે તેમના વતનથી મોડાસા તરફ પસાર થઈ રહ્યા હતા ત્યારે ભિલોડાના ભેટાલી ગામના ઢાળ પર પસાર થતા બાઈક ચાલક આગળ અચાનક કૂતરું આવી જતા બાઈક ચાલક રોડ પર પટકાતા માથાના ભાગે ઈજાઓ પહોંચતા મહિલા અધિકારીએ તેમની કાર ઊભી રાખી ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી સમયસર સારવાર કરાવી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતની ઘટના પછી અનેક લોકો સમયસર સારવારના અભાવે મૃત્ય પામે છે ત્યારે સરકારે અકસ્માતની ઘટના પછી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગોલ્ડન અવરમાં દવખાને ખસેડનાર મદદગા રને રાહવીર તરીકે ૨૫ હજારનો રોકડ પુરષ્કાર આપવામાં આવે છે જોકે હજુપણ લોકોમાં પોલીસ અને કોર્ટ કચેરીના ધક્કા ખાવાના ઉભા થયેલા ડરને કારણે ઈજાગ્રસ્તોની મદદ કરવામાં પાછી પાની કરતા હોય છે






