31.3 C
Gujarat
Wednesday, September 2, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : ગોલ્ડ ફાઇનાન્સ કંપનીનું ૩૦ લાખનું બૂચ મારી ફરાર થઈ જનાર...

અરવલ્લી : ગોલ્ડ ફાઇનાન્સ કંપનીનું ૩૦ લાખનું બૂચ મારી ફરાર થઈ જનાર ઠગને મોડાસા ટાઉન પોલીસે દબોચ્યો

0

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ
પોલીસતંત્ર જીલ્લામાં ગુન્હા આચરી નાસતા ફરતા આરોપીઓ ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી ટેકનિકલ સર્વેલન્સની એનાલિસિસ કરી આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે મોડાસા ટાઉન પોલીસે સોનાના ઘરેણાં પર ૩૦ લાખ રૂપિયા ફાઇનાન્સ કંપની પાસેથી લોન લીધા પછી સોનાના દાગીના જમા નહીં કરાવી છેતરપિંડી કરનાર ધનસુરાના દોલપુર ગામના વિષ્ણુ દેસાઈને સહયોગ ચોકડી નજીકથી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

ધનસુરા તાલુકાના દોલપુર ગામનો વિષ્ણુ જગજીવન દેસાઈ નામનો શખ્સે મોડાસાની ત્રિવેણી ફાઇનાન્સ કંપનીમાંથી ૩૦ લાખ રૂપિયાની સોનાના ઘરેણાં પર લોન લીધા પછી વ્યાજ વધુ હોવાનું જણાવી અન્ય ગોલ્ડ લોન ખાનગી ફાઇનાન્સ કંપનીના મેનેજર અને કર્મીઓને વિશ્વાસમાં લઈ ૩૦ લાખ રૂપિયાની લોન લઈ ત્રિવેણી ફાઇનાન્સ કંપનીમાં ૩૦ લાખ લોન ભરી ઘરેણાં આઈઆઈએફએલ ગોલ્ડ ફાઈનાન્સ કંપનીમાં જમા કરાવવાનું જણાવતા ફાઇનાન્સ કંપનીના કર્મીઓ સાથે ત્રિવેણી ફાઇનાન્સ કંપનીમાં પહોંચી ૩૦ લાખ રૂપિયા જમા કરાવી સોનાના દાગીના લઈ ફરાર થઈ ગયો હતો ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓ સાથે આબાદ છેતરપિંડી થતા ચોંકી ઉઠ્યા હતા અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં દોડી પહોંચી વિષ્ણુ જગજીવન રબારી સામે છેતરપિંડીનો ગુન્હો નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

મોડાસા ટાઉન PI રોહિત ચૌધરી અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ગોલ્ડ ફાઇનાન્સ કંપની સાથે છેતરપિંડી કરનાર વિષ્ણુ જગજીવન દેસાઈ સહયોગ બાયપાસ ચોકડી નજીક ટહેલતો હોવાની બાતમી મળતા તાબડતોડ સ્થળ પર પહોંચી આરોપીને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!