અરવલ્લી જીલ્લામાં કાર ચાલકે ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો કરી બેફામ સ્પીડે હંકારી નિર્દોષ લોકોનો જીવ લઇ રહ્યા છે વધુ એક વાર જીલ્લામાં હિટ એન્ડ રનની ઘટનામાં કાર ચાલક ની બેદરકારીથી પતિ પત્નીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે
ભિલોડાના ઝુમસર છાપરા એસ.ટી પીક અપ બસ સ્ટેન્ડ નજીક બેફામ દોડતી બલેનો કારે અકસ્માત સર્જતા દંપતીનું કરૂણ મોત ઈડર તરફથી આવતી એસ.ટી. બસમાંથી ઉતરી રોડ ક્રોસ કરી રહેલા દંપતીને કારે લીધું અડફેટેલે તા ગમખ્વાર અકસ્માત સર્જયો હતો
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ઝુમસર છાપરા એસ.ટી.બસ પીક અપ સ્ટેન્ડ પાસે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ઘટના સામે આવી છે.પુરઝડપે અને બેદરકારીપૂર્વક બલેનો કાર હંકારતા કારના ચાલકે રોડ ક્રોસ કરી રહેલા આધેડ દંપતીને અડફેટે લેતા બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
આ બનાવ અંગે પોલીસ સુત્રો ધ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, મઉં (નવલપુર) ગામના રહેવાસી મુળાભાઈ ગોવાભાઈ પરમાર અને તેમના ધર્મ પત્ની દિવાબેન મુળાભાઈ પરમાર ઈડર તરફથી આવતી એસ. ટી. બસમાંથી ઉતરીને ઝુમસર છાપરા એસ.ટી.બસ સ્ટેન્ડ નજીક રોડ ક્રોસ કરી રહ્યા હતા.રાજસ્થાન રાજયના સાગવાડા તાલુકાના બટલિયા ગામના દેવીલાલ ખેમજીભાઈ પાટીદાર પોતાની સફેદ રંગની બલેનો કાર (નંબર-GJ-12-CC-0324) પૂરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવીને ત્યાં આવી પહોંચ્યો હતો.રોડ ક્રોસ કરી રહેલા નવદંપતીને જોરદાર ધડાકાભેર ટક્કર મારી હતી.ગંભીર અકસ્માતમાં મુળાભાઈ ગોવાભાઈ પરમાર (આ.ઉ.વ. – ૬૮) અને દિવાબેન મુળાભાઈ પરમાર (આ.ઉ.વ. – ૫૮) બંનેના શરીર પર ગંભીર રીતે જીવલેણ ઈજાઓ થવાથી ધટના સ્થળ ઉપર જ કરૂણ મોત નીપજ્યું હતું.
અકસ્માત સંદર્ભે જાણ થતાં જ ભિલોડા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.મઉં ગામના મૃતક દંપતીના પરિવારજન મહેશકુમાર મુળાભાઈ પરમાર દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે કાર ચાલક દેવીલાલ ખેમજીભાઈ પાટીદાર વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૦૬ (૧) તથા એમ.વી. એક્ટ્ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ પી.એસ.આઈ. / એન.એસ. બારા સહિત પોલીસ કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે.ગંભીર જીવલેણ અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં ધેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.





