33.6 C
Gujarat
Friday, September 25, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી :  ડીપીઈઓ ઇન્ટર્નશીપ તાલીમાર્થીઓની મુલાકાત લીધી 

અરવલ્લી :  ડીપીઈઓ ઇન્ટર્નશીપ તાલીમાર્થીઓની મુલાકાત લીધી 

0

એમ કે શાહ લાટીવાળા પીટીસી કોલેજના તાલીમાર્થીઓ સઘન શાળા ઇન્ટરશીપ કાર્યક્રમમાં જુદી જુદી આઠ પ્રાથમિક શાળાઓમાં ઇન્ટરશીપ કરી રહ્યા છે. પી.ટી.સી કોલેજના આચાર્ય ડોક્ટર સંતોષ દેવકરના માર્ગદર્શન હેઠળ તાલીમાર્થીઓ જુદી જુદી શાળાઓમાં જઈને યુક્તિ- પ્રયુક્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ મુજબ ભણતરની સાથે ઘડતર મળી રહે તેવા હેતુસર આઠ ટીમો અરવલ્લી જિલ્લામાં સઘન ઇન્ટરશીપ કાર્યક્રમ કરી રહી છે.

જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશભાઈ દવે સાહેબે ગાજણ પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી. તમામ વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યકર્તા નજરે પડ્યા હતા. ડીપીઈઓએ તાલીમાર્થીઓના કામને લઈને સંતોષ વ્યક્ત કર્યો હતો.

ભવિષ્યમાં સારા આદર્શ શિક્ષક બનવાની પ્રેરણા આપી હતી. ઇન્ટરનશીપના કન્વીનર ગીતાબેન નીનામાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની એક ટીમ ગાજણ પ્રાથમિક શાળામાં 15 દિવસની ઇન્ટરનશીપમાં છે.

તાલીમાર્થીઓ દ્વારા શાળામાં ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરી વિસર્જન કરવામાં આવ્યું હતું. મ. લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ ના પ્રમુખ મહેન્દ્ર ભાઈ શાહ તથા પ્રભારી મંત્રી જયેશભાઈ દોશી એ શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!