33.3 C
Gujarat
Saturday, September 26, 2026
Home HeadLines સાબરકાંઠા: રેન્જ આઈજી ,એસપી સહિત પોલીસ પરિવારે ખેડબ્રહ્મા માતાજી મંદિરે પોલીસ...

સાબરકાંઠા: રેન્જ આઈજી ,એસપી સહિત પોલીસ પરિવારે ખેડબ્રહ્મા માતાજી મંદિરે પોલીસ બેન્ડ સાથે ધ્વજા ચઢાવી

0
Screenshot

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમને લઈને પરંપરા મુજબ પોલીસ પરિવાર તરફથી પોલીસ બેન્ડ સાથે
ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ, જીલ્લા એસપી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ અને ઉચ્ચ અધિકારીઓએ માતાજીના મંદિરે શિખર પર પ્રદક્ષિણા કરી પરંપરા મુજબ ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી.પોલીસ પરિવાર પોલીસ બેન્ડ અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા સમગ્ર મંદિર પરિસર જય અંબે ના નાદથી ગુંજી ઉઠ્યું હતું

સાબરકાંઠા એસપી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,
ધ્વજારોહણ પ્રસંગે ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતમાં ધજા ચઢાવવાની કરેલી શરૂઆતને મેં નિભાવી છે હું પરિવાર સાથે અને મારા પોલીસ પરિવાર પરંપરા મુજબ પોલીસ બેન્ડ સાથે વાજતે ગાજતે ધજા સાથે મંદિરે પહોચી બોલ માંડી અંબે જય જય અંબે ના નાદ સાથે ધજા સાથે પ્રદક્ષિણા કરી ધજા ચઢાવી હતી. જેને લઈને મને આનંદ છે અને મેં પરંપરા મુજબ પ્રથમ વખત ધજા ચઢાવી છે. એ પણ પોલીસ પરિવાર સાથે એટલે પરિવારનો આનંદ આસ્થા સાથે બેવડાયો છે અને દર્શન કરી ધન્યતા અનુભવી છે.

ભાદરવી પૂનમે જીલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ સહપરિવાર સાથે તેમજ ઉચ્ચ અધિકારીઓ પોલીસ પરિવાર સાથે હિંમતનગરથી ખેડબ્રહ્મા પહોચ્યા હતા. જ્યાં એસટી બસ સ્ટેશના પાસેથી પૂજન અર્ચન બાદ ધજા હાથમાં લીધી હતી. ત્યારે નેજા યાત્રાના સારથી પણ પોલીસ બેન્ડ હતું અને પછી ડીજે તો આમ નેજાયાત્રા નીકળી હતી. સાથે સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજી જોડાઈ હતી. તો એક હાથમાં ધજા અને માતાજીના ગરબા સાથે નેજા યાત્રા નીકળી હતી.પોલીસ કર્મીઓએ જય અંબેના નાદથી ખેડબ્રહ્મા ગુંજી ઉઠ્યું હતું મંદિર પરિસરમાં પોલીસ અધિકારીઓ અને કર્મીઓ ગરબા રમ્યા હતા

યાત્રા સાથે પોલીસ પરિવાર પણ અબીલ ગુલાલની છોડો ઉડાડીને ભક્તિમય થઇ ગયો હતો. યાત્રા માતાજીના મંદિરે પહોચી હતી અને સોનાના સિહાસન પર બિરાજમાન કમળની સવારી પર જગત જનની જગદંબા માતાજીના મંદિરની ધજા સાથે પોલીસ વડા સહીત પરિવારે પોલીસ બેન્ડ સાથે પ્રદક્ષિણા કર્યા બાદ મંદિરના શિખર પર ધજા ચઢાવી હતી. ત્યારબાદ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વર્ષો જૂની પરંપરા મુજબ પોલીસ પરિવારે ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીના મંદિરે ધજા અર્પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!