33.9 C
Gujarat
Friday, October 23, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : મોડાસાના પ્રાંત અધિકારીની વાંદિયોલ પ્રાથમિક શાળામાં આકસ્મિક મુલાકાત

અરવલ્લી : મોડાસાના પ્રાંત અધિકારીની વાંદિયોલ પ્રાથમિક શાળામાં આકસ્મિક મુલાકાત

0

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં વહીવટી કામગીરીની સમીક્ષા અંતર્ગત મોડાસાના પ્રાંત અધિકારી નેહા બ્યાડવાલે વાંદિયોલ ગામની પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ દરમિયાન શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રની તપાસણી કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

ત્યારબાદ પ્રાંત અધિકારીએ વાંદિયોલ ગ્રામ પંચાયત ખાતે અસાલ ગામના એપેન્ડિક્સ અને સામાન્ય દફતરની તપાસણી હાથ ધરી હતી. સરકારી દફતરોની ચકાસણી દરમિયાન જરૂરી સૂચનો આપી કામગીરીમાં નિયમોનું પાલન થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રાંત અધિકારીની આ મુલાકાત દરમિયાન શાળાની મધ્યાહન ભોજન વ્યવસ્થા તેમજ ગ્રામ પંચાયતના દફતરી રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!