33.4 C
Gujarat
Saturday, October 24, 2026
Home HeadLines અરવલ્લી : મેઢાસણ ગ્રા.પં. સરપંચની રાજ્ય સરપંચ મહાસંમેલનમાં ગ્રાન્ટ વધારવા અને વહીવટી...

અરવલ્લી : મેઢાસણ ગ્રા.પં. સરપંચની રાજ્ય સરપંચ મહાસંમેલનમાં ગ્રાન્ટ વધારવા અને વહીવટી કામોના ઝડપી નિકાલની માંગ

0

ગાંધીનગર ટાઉનહોલમાં સમગ્ર ગુજરાત રાજ્ય સરપંચ એસોસીએશનની મહાબેઠક યોજાઈ હતી જેમાં મોડાસા તાલુકાના 26 સરપંચોએ હાજરી આપી રાજ્ય વ્યાપી આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું વિકાસના કામો ઝડપી કરવા અને ગ્રાન્ટ વધારવા સહીતના મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી

સમગ્ર ગુજરાત રાજ્ય સરપંચ એસો. મહા સંમેલનમાં પ્રદેશ કોર કમિટીના સભ્ય અને મોડાસા તાલુકા સરપંચ એસો.ના મંત્રી તેમજ મેઢાસણ ગ્રામ પંચાયતના સરપંચ મુકેશકુમાર. એમ.રાઠોડે મહાસંમેલનને સંબોધન કરતાં જણાવ્યું હતું કે સરપંચએ ગ્રામનો પ્રથમ નાગરિક છે પરંતુ વર્તમાન સમયમાં ગ્રામ પંચાયતો પાસે સત્તા ઓછી અને જવાબદારીઓ વધારે છે તેમને 14માં નાણાંપંચ ની જોગવાઈ મુજબ 16માં નાણાપંચની જોગવાઈ કરવામાં આવે તથા ગ્રાન્ટમાં રહેલ ટાઇડ અને અનટાઇડ જટિલ પ્રક્રિયા દૂર કરવામાં આવેની માંગ કરી ગ્રામ પંચાયતોમાં તલાટી મંત્રીઓની કાયમી નિમણુંક અને પંચાયત કર્મીઓની ઘટ પુરી થાય તો ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો ઝડપી બની શકે છે ગામના વિકાસના કામોની સંપૂર્ણ સત્તા સરપંચને સુપ્રત કરવામાં આવે તથા પ્રોટોકોલ મુજબ યોગ્ય સન્માન અને સુરક્ષા પુરી પાડી અને મનરેગા, સ્વચ્છ ભારત મિશન,અને આવાસ યોજના હેઠળ બાકી નીકળતા નાણાં સમયસર ચૂકવવામાં આવેની રજુઆત કરી હતી

કાર્યક્રમના અંતે ગુજરાત સરપંચ એસો. દ્વારા
મેઢાસણ ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ રાઠોડ ની સક્રિય કામગીરી અને સંગઠન પ્રત્યેના સમર્પણ બદલ સ્ટેજ પર તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!