35.2 C
Gujarat
Thursday, November 5, 2026
Home ક્રાઇમ Crime EXCLUSIVE: જીલ્લા આયોજન અધિકારી સામે તેમના જ કર્મચારીએ ભ્રષ્ટાચાર અને ત્રાસનો આક્ષેપ...

EXCLUSIVE: જીલ્લા આયોજન અધિકારી સામે તેમના જ કર્મચારીએ ભ્રષ્ટાચાર અને ત્રાસનો આક્ષેપ કરતા ખળભળાટ 

0

જીલ્લા આયોજન અધિકારી શંશાંક પાંડેએ તમામ આક્ષેપ પાયાવિહોણા ગણાવ્યા 

જીલ્લા આયોજન અધિકારી સામે ગંભીર આક્ષેપ કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

 

અરવલ્લી જીલ્લા આયોજન અધિકારી શશાંક પાંડે લાંબી રજા પર ઉતરતા વિવાદનો વંટોળ ઉભો થયો હતો તેમજ કલેક્ટર મિલિંદ બાપાનાએ જીલ્લા વિવિધ સરકારી યોજનાઓની વિવેકાધીન ગ્રાન્ટ સમયસર ન વપરાતા અને વણ વપરાયેલ પડી રહેતા આયોજન અધિકારી સામે તપાસના આદેશ આપ્યા હતા હજુ આ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે આયોજન કચરીમાં ફરજ બજાવતા એક કર્મચારીનો શશાંક પાંડે સામે માનસિક ત્રાસ અને ડિસ્ટ્રિક મીનરલ ફાઉન્ડેશનના જૂના કામો કરતા કોન્ટ્રાક્ટરોએ અને સરપંચોને રૂબરૂ બોલાવવા દબાણ કરવામાં આવી રહ્યું છે અને વિકાસના કામોમાં દસ થી પંદર ટકા ઉઘરાણું કરવા ફરજ પાડવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ કરતો સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થતા ભારે ચકચાર મચી છે

 

 

અરવલ્લી જીલ્લા આયોજન અધિકારી શશાંક પાંડે સામે સતત વિવાદનો વંટોળ પેદા થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે જીલ્લા માં વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર થતો હોવાની બૂમો ઉઠતી રહે છે ત્યારે જીલ્લા આયોજન કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઝ ફરજ બજાવતા રમેશચંદ્ર કાલાજી રોતે આયોજન અધિકારી સામે ભ્રષ્ટાચાર અને માનસિક ત્રાસ અંગેનો વીડિયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા ભારે જીલ્લા સેવાસદન પરિસરમાં હડકંપ મચ્યો છે

 

અરવલ્લી જીલ્લા આયોજન અધિકારી સામે તેમની કચેરીમાં ફરજ બજાવતા રમેશચંદ્ર રોતનો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં અધિકારી શશાંક પાડે કરાર આધારિત કર્મીઓને માનસિક ત્રાસ આપી કોઈ વિકાસના કામની ફાઈલ પર સહી કરતા નથી અને વિકાસના કામકાજની ફાઈલ માટે માણસને રૂબરૂ બોલાવો વાત કરી લઈએ તેમજ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની જૂના કામો અંગે વારંવાર કોન્ટ્રાક્ટરો અને સરપંચોને ફોન કરાવે છે ભ્રષ્ટાચાર માટે અમને ખોટી રીતે હેરાન કરે છે જીલ્લા આયોજન અધિકારી વિકાસના કામોની સ્થળ વિઝિટ કરી ભૂલો કાઢી નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવે છે અને વિકાસના કામો ની ગ્રાન્ટમાંથી દસ થી પંદર ટકા સુધી કરવા માટે દબાણ કરી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરતા દિવાળી પર્વમાં જીલ્લા સેવાસદન કચેરીમાં ભ્રષ્ટાચારનો બોમ ફૂટે તો નવાઈ નહીંની ચર્ચા જોર પકડ્યું છે

 

INBOX : જીલ્લા આયોજન અધિકારી શશાંક પાંડેના જણાવ્યા અનુસાર 

 

અરવલ્લી જીલ્લા આયોજન અધિકારી સામે તેમની કચેરીમાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મીએ માનસિક ત્રાસ અને ભ્રષ્ટાચાર અંગેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા આ અંગે તેમની સાથે ટેલિફોનિક પૂછતા શશાંક પાંડે વીડિયો અંગે અજાણ હોવાનું અને તેમની સામે થયેલ આક્ષેપ પાયા વિહોણા ગણાવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!