22.3 C
Gujarat
Tuesday, November 17, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : રાંજેડી ગામ નજીક ચેકડેમમાંથી 19 વર્ષીય યુવક યુવતીના મૃતદેહ મળી...

અરવલ્લી : રાંજેડી ગામ નજીક ચેકડેમમાંથી 19 વર્ષીય યુવક યુવતીના મૃતદેહ મળી આવતા તરહ તરહની ચર્ચા

0

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રાંજેડી ગામની સીમમાં આવેલા ચેકડેમના પાણીમાંથી 19 વર્ષીય યુવક અને 19 વર્ષીય યુવતીના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, મોડાસા તાલુકાના મુલોજ ગામના વિસાત ફળીમાં રહેતા બાબુભાઈ મેરાભાઈ બારીયાના પુત્ર જસવંતભાઈ બાબુભાઈ બારીયા (ઉં.વ.19) અને મેઘરજ તાલુકાના ભાટકોટા ગામની જીનલબેન જયંતિભાઈ પરમાર (ઉં.વ.19)ના મૃતદેહ રાંજેડી ગામની સીમમાં વાંગા ઉપર બનાવેલા ચેકડેમના પાણીમાં મળી આવ્યા હતા.આ બનાવ અંગે જસવંતભાઈના પિતા બાબુભાઈ મેરાભાઈ બારીયાએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે અકસ્માત મોતએ એડી મુજબ નોંધ કરી છે.આ બનાવ તા. 7 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાનના કોઈપણ સમયે બન્યો હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે.હાલમાં બંને યુવક-યુવતીના મોત કયા સંજોગોમાં થયા અને ચેકડેમના પાણીમાં કેવી રીતે પહોંચ્યા તે અંગેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.બે યુવાન વયના લોકોના મોતથી બંને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

મેઘરજ પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહ ને જીવદયા પ્રેમી ની મદદ થી વાઘા માંથી બહાર કાઢવામાં આવ્યા હતા બંને મૃત દેહને પીએમ અર્થ એ હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!