24.8 C
Gujarat
Wednesday, November 18, 2026
Home HeadLines અરવલ્લી : કલેક્ટર મિલિન્દ બાપનાએ વિવિધ વિભાગોની ત્રિમાસિક સમીક્ષા બેઠકો યોજી 

અરવલ્લી : કલેક્ટર મિલિન્દ બાપનાએ વિવિધ વિભાગોની ત્રિમાસિક સમીક્ષા બેઠકો યોજી 

0

અરવલ્લી જીલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાના અધ્યક્ષસ્થાને બુધવારે કલેકટર કચેરી સભાખંડ માં જિલ્લા કક્ષાએ કાર્યરત વિવિધ વિભાગો અને સમિતિઓની ત્રિમાસિક સમીક્ષા બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈન અને જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

 

અરવલ્લી જીલ્લા કલેકટર કચેરી સ્થિત સભાખંડમાં સમીક્ષા બેઠકમાં પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને કાર્યરત જિલ્લા મહિલા સુરક્ષા સમિતિ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળની મિશન શક્તિ યોજનાની જિલ્લા કક્ષાની દેખરેખ અને મૂલ્યાંકન સમિતિ તથા પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરની જિલ્લા દેખરેખ અને નિયંત્રણ સમિતિની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

 

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, હિંમતનગરના પ્રાદેશિક અધિકારી (મેનેજર) દ્વારા જિલ્લા પર્યાવરણ આયોજન સમિતિ તેમજ માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૨૬ અંતર્ગત રચાયેલી સ્પેશિયલ સેલની કામગીરી અંગે વિગતો રજૂ કરવામાં આવી હતી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી હેઠળની જિલ્લા બાળ કલ્યાણ અને સુરક્ષા સમિતિ તથા ચાઇલ્ડ વેલ્ફેર કમિટીની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

 

આ ઉપરાંત બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી હેઠળની નશામુક્ત અભિયાન સમિતિ, લોકલ લેવલ કમિટી અને દિવ્યાંગતા માટેની જિલ્લા કક્ષાની સમિતિની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. EMRI GHSના પ્રોગ્રામ મેનેજર દ્વારા દસ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ની જિલ્લા કક્ષાની સંકલન સમિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

 

ICDSના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા જિલ્લા કક્ષાની મોનિટરિંગ અને રિવ્યૂ કમિટી (DLMRC), આઇ.ટી.આઇ. મોડાસાના આચાર્ય દ્વારા જિલ્લા કૌશલ્ય સમિતિ, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી દ્વારા જિલ્લા સહકારી વિકાસ સમિતિ (DCDC) તેમજ લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર દ્વારા DLCC અને DLRC બેઠકની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

 

આ બેઠકોમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા પોતાના વિભાગ હેઠળની સમિતિઓની કામગીરી અને પ્રગતિની વિગતો રજૂ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન જાળવી સરકારી યોજનાઓના સુચારુ અમલીકરણ તેમજ નાગરિકોને મળતી સેવાઓ વધુ અસરકારક અને સમયબદ્ધ રીતે ઉપલબ્ધ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!