21.5 C
Gujarat
Thursday, November 19, 2026
Home HeadLines અરવલ્લી : ઉત્તર ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધ્યું છતાં મિશ્ર ઋતુનો...

અરવલ્લી : ઉત્તર ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધ્યું છતાં મિશ્ર ઋતુનો અહેસાસ

0

 

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષા અને હવામાનમાં આવેલા પલટાની સીધી અસર હવે ગુજરાત રાજ્યના વાતાવરણ પર જોવા મળી રહી છે.જમ્મુ-કાશ્મીર સહિતના ઉત્તર ભારતના વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે જતાં મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસનો પ્રારંભ થયો છે.ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થતાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સહિત ભિલોડા તાલુકામાં હવે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે.

 

હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનોની અસરને કારણે સમગ્ર રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે.અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ભિલોડા, શામળાજી, હિંમતનગર, મોડાસા, મેઘરજ, ઈડર અને વિજયનગર સહિતના ગ્રામ્ય તેમજ અંતરિયાળ ડુંગરાળ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ૧૨ થી ૧૬ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

 

હાલમાં બપોરના સમયે સામાન્ય ગરમી અને વહેલી સવારે, મધ્ય રાત્રે ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.આગામી બે-ત્રણ દિવસમાં ઠંડા પવનોનું જોર વધતાં ઠંડીનું પ્રમાણ તીવ્ર બનશે તેવી દહેશત છે.ઠંડીની શરૂઆત થતાં જ વહેલી સવારે કામકાજ અર્થે નીકળતા ખેડૂતો, પશુપાલકો, સહિત વેપારીઓ અવનવા ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળી રહ્યા છે.બીજી તરફ, રવિ પાકના વાવેતર માટે ઠંડું વાતાવરણ સાનુકૂળ હોવાથી ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!