તમે ક્યારે ઘરે પનીર પૌંઆ બનાવ્યા છે? મોટાભાગના લોકોએ આ પૌંઆનો ટેસ્ટ કર્યો નહિં હોય. પનીર પૌંઆ ખાવાની બહુ જ મજા આવે છે. તો જાણો તમે પણ આ ટેસ્ટી-ટેસ્ટી પનીર પૌંઆ કેવી રીતે ઘરે બનાવશો.
સામગ્રી
1 બાઉલ પૌંઆ
વટાણા
છીણેલું પનીર
ઝીણાં સમારેલા લીલા મરચાં
ટામેટા
રાઇ
હળદર
લાલ મરચું
સૂકા લાલ મરચાં
સીંગદાણા
મીઠું
તેલ
બનાવવાની રીત
- પનીર પૌંઆ બનાવવા માટે સૌ પ્રથમ મિડીયમ આંચ પર એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.
- તેલ ગરમ થાય એટલે એમાં રાઇ ઉમેરો.
- હવે તેલમાં સુકા લાલ મરચાં, ડુંગળી, લીલા મરચાં, ખમણેલું પનીર અને લીલા વટાણા એડ કરો.
- આમ, ડુંગળી અને પનીર આછા બ્રાઉન રંગના થાય એટલે એમાં ટામેટા અને મીઠું એડ કરી લો.
- જો તમે ટામેટા પહેલા એડ કરશો તો એકદમ સોફ્ટ થઇ જશે જેથી કરીને ટેસ્ટ સારો નહિં આવે.
- હવે પૌંઆને ધોઇને એક પ્લેટમાં લઇ લો.
- ટામેટા થોડા થઇ જાય એટલે એમાં હળદર અને મરચું એડ કરી દો.
- ત્યારબાદ પૌંઆ એડ કરો.
- હવે થોડુ મીઠું ફરીથી એડ કરી દો.
- 5 થી 7 મિનિટ રહીને ગેસ બંધ કરી દો.
- તો તૈયાર છે પનીર પૌંઆ
- આ પનીર પૌંઆ તમે સવારમાં નાસ્તામાં બનાવો છો તો ખાવાની બહુ જ મજા આવે છે. ચા સાથે આ પૌંઆ ખાઓ છો તો ટેસ્ટી લાગે છે.
- આ પૌંઆની ઉપર તમે સેવ અને સિંગદાણાથી ગાર્નિશ કરીને પછી ખાઓ છો તો ટેસ્ટ બહુ જ આવે છે અને તમને ખાવાની પણ મજા પડે છે.
- સાદા પૌંઆ તો તમે પણ ઘરે બનાવતા હશો પણ એક વાર અચુક આ પૌંઆ ટ્રાય કરો.


