34 C
Ahmedabad
Sunday, May 19, 2024

પનીર પૌંઆ…નામ સાંભળીને નવાઇ લાગી ને? તો નોંધ લો રેસિપી કેવી રીતે બનાવશો ઘરે


તમે ક્યારે ઘરે પનીર પૌંઆ બનાવ્યા છે? મોટાભાગના લોકોએ આ પૌંઆનો ટેસ્ટ કર્યો નહિં હોય. પનીર પૌંઆ ખાવાની બહુ જ મજા આવે છે. તો જાણો તમે પણ આ ટેસ્ટી-ટેસ્ટી પનીર પૌંઆ કેવી રીતે ઘરે બનાવશો.

Advertisement

સામગ્રી

Advertisement

1 બાઉલ પૌંઆ

Advertisement

વટાણા

Advertisement

છીણેલું પનીર

Advertisement

ઝીણાં સમારેલા લીલા મરચાં

Advertisement

ટામેટા

Advertisement

રાઇ

Advertisement

હળદર

Advertisement

લાલ મરચું

Advertisement

સૂકા લાલ મરચાં

Advertisement

સીંગદાણા

Advertisement

મીઠું

Advertisement

તેલ

Advertisement

બનાવવાની રીત

Advertisement
  • પનીર પૌંઆ બનાવવા માટે સૌ પ્રથમ મિડીયમ આંચ પર એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.
  • તેલ ગરમ થાય એટલે એમાં રાઇ ઉમેરો.
  • હવે તેલમાં સુકા લાલ મરચાં, ડુંગળી, લીલા મરચાં, ખમણેલું પનીર અને લીલા વટાણા એડ કરો.
  • આમ, ડુંગળી અને પનીર આછા બ્રાઉન રંગના થાય એટલે એમાં ટામેટા અને મીઠું એડ કરી લો.
  • જો તમે ટામેટા પહેલા એડ કરશો તો એકદમ સોફ્ટ થઇ જશે જેથી કરીને ટેસ્ટ સારો નહિં આવે.
  • હવે પૌંઆને ધોઇને એક પ્લેટમાં લઇ લો.
  • ટામેટા થોડા થઇ જાય એટલે એમાં હળદર અને મરચું એડ કરી દો.
  • ત્યારબાદ પૌંઆ એડ કરો.
  • હવે થોડુ મીઠું ફરીથી એડ કરી દો.
  • 5 થી 7 મિનિટ રહીને ગેસ બંધ કરી દો.
  • તો તૈયાર છે પનીર પૌંઆ
  • આ પનીર પૌંઆ તમે સવારમાં નાસ્તામાં બનાવો છો તો ખાવાની બહુ જ મજા આવે છે. ચા સાથે આ પૌંઆ ખાઓ છો તો ટેસ્ટી લાગે છે.
  • આ પૌંઆની ઉપર તમે સેવ અને સિંગદાણાથી ગાર્નિશ કરીને પછી ખાઓ છો તો ટેસ્ટ બહુ જ આવે છે અને તમને ખાવાની પણ મજા પડે છે.
  • સાદા પૌંઆ તો તમે પણ ઘરે બનાવતા હશો પણ એક વાર અચુક આ પૌંઆ ટ્રાય કરો.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!