38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines મોડાસા : શૈક્ષણિક નગરી તરીકે જાણીતા શહેરમાં યુવાધન સ્પાના રવાડે ચઢે તે...

મોડાસા : શૈક્ષણિક નગરી તરીકે જાણીતા શહેરમાં યુવાધન સ્પાના રવાડે ચઢે તે પહેલા બચાવી લો…!! યુવાનોને મસાજનો ચસ્કો બરબાદીનો પંથ

0
1157

અરવલ્લી જીલ્લા સહીત સમગ્ર ઉત્તરગુજરાતમાં શૈક્ષણિક નગરી અને સંસ્કારી નગરી તરીકે જાણીતા મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષો થી યુવાનો વિદેશીદારૂ, બીયરના નશાના ખપ્પરમાં ખુંપી રહ્યા છે આ ઓછ હોય તેમ છેલ્લા બે વર્ષથી શહેરમાં સ્પા અને મસાજ પાર્લરનું ક્લચર શહેરના યુવાધનને બરબાદીના ગર્તામાં ધકેલાઈ રહ્યા છે શહેરના મોટા ભાગના સ્પામાં મસાજ પાર્લરની આડમાં થાઈલેન્ડ,નેપાળ,બર્મા અને પર પ્રાંતીય યુવતીઓ લાવી યુવકોને અને રંગીન મિજાજી લોકો પાસેથી પૈસા લઇ મજા કરાવતા હોવાનું ડંકાની ચોંટે ચર્ચાઈ રહ્યું છે સ્પાની આડમાં દેહવેપારનો ધમધમતો ધંધો અનેક અભ્યાસ કરતા યુવાનોને ચસ્કો લાગી ચુક્યો છે પૈસાદાર નબીરાઓ અને ગ્રાહકોને પૈસો લઇ મજા કરવા ઉભી થયેલ સ્પાની હાટડીઓ શહેરના યુવાઓનું ભાવિ અંધકારમય બનાવે તો નવાઈ નહીં…?? શહેરના અનેક યુવકો યુવાનીના જોશમાં એક વાર સ્પાની પગથિયું ચઢિ ગયા પછી તેની સોબતમાં બરબાદ પણ થઇ ચુક્યા છે

 મોડાસા શહેરમાં ધીરે ધીરે આધુનિકતાની આડમાં દુષણો વધી રહ્યા છે શૈક્ષણિક નગરી મોડાસા શહેરમાં અનેક કોલેજો આવેલી છે જેમાં સમગ્ર રાજ્ય સહીત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે શહેરમાં યુવાધન પણ મોટા પ્રમાણમાં છે ત્યારે શહેરમાં બિલાડીની ટોપની માફક ફૂટી નીકળેલ કેટલાક સ્પા શહેરના યુવાધન અને ભવીષ્ય માટે મોટી આફત બની શકે છે અનેક યુવાનો અભ્યાસના બહાને સ્પાના રવાડે ચઢી ગયા છે શહેરના સ્પામાં સંચાલક તેમના ફાયદા માટે સગીરોને પણ બેધડક સ્પામાં એન્ટ્રી આપી રહ્યા છે

સ્પા ક્લચર થી આગમી સમયમાં અનેક યુવાનો અને પરીવારો શારીરિક રોગનો શિકાર બની શકે છે સ્પાના નામે ચાલતા મસાજ પાર્લરમાં મસાજ કરાવવા જતા યુવકોને સ્પા કરતી રૂપલલનાઓ ધીરેધીરે લલચાવી શારીરિક સબંધ બાંધવા ઉશ્કેરી રહી છે કેટલાક સ્પામાં તો રૂપલલનાઓ દારૂ અને બિયરનો નશો કરી ગ્રાહકોને મજા કરાવે છે જેટલા રૂપિયા ખર્ચો તેવી સર્વિસ પણ આપે છે તેમજ અસમલામાત શારીરિક સબંધ બાંધતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!