38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, અરવલ્લી જિલ્લાનું 90.86% પરિણામ આવ્યું, મોડાસા...

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, અરવલ્લી જિલ્લાનું 90.86% પરિણામ આવ્યું, મોડાસા કેન્દ્રનું 83.71% પરિણામ

0
215

ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે, જમાં અરવલ્લી જિલ્લામાં 90.86 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતુ, જેમાં અરવલ્લીના મોડાસા કેન્દ્રનું 83.71% પરિણામજાહેર થયું.અરવલ્લી જિલ્લાના 7475 વિદ્યાર્થીઓ પૈકી 6792 વિદ્યાર્થીઓ પાસ થયા છે.જિલ્લાનું સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

અરવલ્લી જિલ્લામાં વિદ્યાર્થીઓ પાસ થતાં જિલ્લા શિક્ષણ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર તેમજ શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું ઓનલાઈન પરીણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશી પ્રસરી હતી.

શનિવારના રોજ જાહેર થયેલા પરિણામને લઇને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વહેલી સવારથી જ જોવા મળ્યો હતો, ત્યારે અરવલ્લી જિલ્લામાં માત્ર 682 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. તો બીજી બાજુ જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ તેમજ રોજગારને લઇને જરૂરી માહિતી આપતા સેમિનાર પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.

માર્ચ મહિનામાં ગુજરાત રાજ્યમાં યોજાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 4,25,834 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ શાળામાંથી માર્કશીટ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!