38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સાબરકાંઠા : વિજયનગરમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકાર, વીજળી પડવાથી ભેંસનું મોત

સાબરકાંઠા : વિજયનગરમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકાર, વીજળી પડવાથી ભેંસનું મોત

0
230

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં પણ મેઘ મહેર જોવા મળી રહી છે, તો આ વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. વિજયનગર તાલુકા માં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળી ના કડાકા-ભડાકા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. બે કલાકમાં બે ઇંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વિજયનગર,મોજાળિયા,ખરોલ, લીલપુર,નવાગામ જેવા ગામમાં વરસાદ થયો હતો. પંથકમાં વરસાદ થતાં નદીમાં નવા નીર આવવાની શરૂઆત થઇ ચુકી છે.

વિજયનગર પંથકમાં વરસાદી માહોલ વચ્ચે કેટલાક પશુ પાલકો પર આફત સમાન વરસાદ આવ્યો. કોડિયાવાડા ગામના ખેડૂત ના ઘરે આગળ વીજળી પડતા એક પશુનું મોત નિપજ્યું છે. ડામોર અમરાજી સરદારજી ના ભેંસ ઉપર વીજળી પડતા મોત થયું હતું. પશુનુ મોત નિપજતાં હાલ પરિવાર પર આભ તૂટી પડ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!