33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લામાં ‘નલ સે જલ’ યોજનાની અધિકારીઓએ ઐસી કી તૈસી કરી, મોડાસાના...

અરવલ્લી જિલ્લામાં ‘નલ સે જલ’ યોજનાની અધિકારીઓએ ઐસી કી તૈસી કરી, મોડાસાના બોડી ગામે પાણીની પોકાર

0
445

અરવલ્લી જિલ્લામાં સામાન્ય રીતે ઉનાળો શરૂ થાય એટલે અંતરિયાળ વિસ્તારોમાં પાણીની પોકાર શરૂ થતી હોય છે, જેમાં મેઘરજ, માલપુર અને ભિલોડા તાલુકામાં પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત રહે છે, પણ હવે એવું નથી, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં 20 કિ.મી. ના વિસ્તારને આવરી લેતા માઝૂમ ડેમ વિસ્તારમાં પાણીની સમસ્યાએ વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. મોડાસા તાલુકાના બોડી ગામે પાણીની સમસ્યાને લઇને જિલ્લા પંચાયતના પૂર્વ આરોગ્ય સમિતીના ચેરમેને કલેક્ટરને પત્ર લખવો પડ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા નલ સે જલ યોજના ખૂબ જ સારી રીતે અમલીકરણ કરાવવા તંત્રને કામે લગાડ્યું છે, પણ તંત્ર કેમ જાણે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવાવ નિરસતા દાખવે છે, તે સમજાતું નથી.

મોડાસા તાલુકાના બોડી ગામે પીવાના પાણીની ગ્રામજનો મુશ્કેલીઓ પડી રહી છે, જેને લઇને અરવલ્લી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતીના પૂર્વ ચેરમેન ચિરાગ ઉપાધ્યાયે કલેક્ટરને પત્ર લખીને પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવ્યું છે. કલેક્ટરને લખેલા પત્રમાં જણાવાયું છે કે, બોડી ગ્રામ પંચાયતના નીચેવાળી ફળીમાં છેલ્લા દોઢ મહિનાથી પીવાના પાણીની હાલાકીઓ ગ્રામજનો ભોગવી રહ્યા છે. ગ્રામજનોને પડતી પીવાના પાણીની મુશ્કેલી તાત્કાલિક દૂર થાય તે માટે કલેક્ટરને રજૂઆત કરી છે.

અરવલ્લી જિલ્લામાં વાસ્મો દ્વારા પાણી પુરવઠાની વિવિધ યોજનાઓના અમલીકરણની કામગીરી સોંપવામાં આવી છે, પણ કેમ જાણે વાસ્મો કેવી કામગીરી કરી રહ્યું છે, તે પણ એક સવાલ છે. જો કામગીરી કરતું હોય તો લોકોના નળ સુધી પાણી કેમ નથી પહોંચતું તે પણ સવાલ છે.

સ્પેશલ રીપોર્ટ

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!