31.6 C
Gujarat
Friday, September 11, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મેઘરજના ભેમાપુરની યુવતીનો કોઇ જ પત્તો નહીં, કોઇને દેખાય તો...

અરવલ્લી : મેઘરજના ભેમાપુરની યુવતીનો કોઇ જ પત્તો નહીં, કોઇને દેખાય તો કંંટ્રોલ રૂમ નંબર 9512336622 પર જાણ કરવા SP ની અપીલ

0

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર પંથકની યુવતી વર્ષ 2019માં ગૂમ થઇ હતી, જેનો આજદિન સુધી કોઇ જ પત્તો નહીં લાગતા પોલિસે યુવતીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે યુવતીનું અપહરણ થયાની આશંકા વ્યક્ત કરી છે અને આ યુવતીને કોઇ મજૂરી કામ અર્થે અથવા તો અન્ય કામમાં ઉપયોગ કરવામાં આવતો હોવાની શંકા પોલિસે વ્યક્ત કરી છે. વર્ષ 2019માં ગૂમ થયેલી સંગીતા કટારા નામની યુવતીને લઇને જે-તે સમયે પોલિસ ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે યુવતી નહીં મળી આવતા પોલિસે લોકોને અપીલ કરી છે કે, જો કોઇ વ્યક્તિના સંગીતા કટારા નામની યુવતીનો પત્તો મળે તો તાત્કાલિક અરવલ્લી જિલ્લા પોલિસ કંટ્રોલ રૂમ નંબર 9512336622 પર સંપર્ક કરે.

જિલ્લા પોલિસ તંત્રએ આસપાસના જિલ્લા જેવા કે, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદ સહિતના જિલ્લાના લોકોને પોલિસે અપીલ કરતા વીડિયો સદેશ જાહેર કર્યો છે. આ સાથે જ રાજસ્થાનના ડુંગરપુર તેમજ બાંસડાવાડ જિલ્લાના લોકોને પણ અપીલ કરતા યુવતીનો પત્તો લાગે તો તાત્કાલિક પોલિસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!