32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત મોડાસામાં ધોધમાર વરસાદ : અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતો...

મોડાસામાં ધોધમાર વરસાદ : અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતો પર પડતા પર પાટુ જેવો ઘાટ

0
155

ગુજરાતમાં ચોમાસાએ વિદાય લઇ લીધી છે તેમ છતાં મેઘરાજા જાણે હાજરી પુરાવતા હોય તેમ મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં સતત બીજા દિવસે વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે જીલ્લામાં ત્રણ ઋતુનો એક સાથે પ્રજાજનો અહેસાસ અનુભવી રહ્યા છે વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડી, બપોરે અસહ્ય ગરમી અને સાંજે વરસાદ પડી રહ્યો છે ખેડૂતોના મોંમાં આવેલ કોળિયો છીનવાઈ જાય તેવો ઘાટ સર્જાયો છે

મોડાસા શહેરમાં બપોરના સુમારે વરસાદી ઝાપટું પડ્યા પછી સાંજે ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ચોમાસુ પાકને ભારે નુકશાન થવાની સંભાવનાના પગલે ખેડૂત આલમની ચિંતામાં વધારો થઇ રહ્યો છે

આસો મહિનામાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે ખેતરોમાં મગફળી કાઢવાની સીઝન ચાલી રહી છે મોટા ભાગના ખેતરોમાં મગફળીના ઢગલા ખડકી દેતા મગફળી પલળી જતા ગુણવત્તા પર અસર થશે જમીનમાં રહેલી મગફળી કોહવાઈ જવાની દહેશત પેદા થતા ખેડૂતોની હાલત કફોડી બની છે તદઉપરાંત કપાસ, સોયાબીન, મકાઈ સહીત ખેતીના પાકની લણણીના સમયે આકાશે મેઘો મંડરાતા ખેડૂતોનું આયોજન ખોરવાઈ ગયું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!