28.5 C
Gujarat
Monday, November 9, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીને આરોપી બનવાનો કારસો,ફરિયાદીએ 112માં ફરિયાદ...

અરવલ્લી : મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીને આરોપી બનવાનો કારસો,ફરિયાદીએ 112માં ફરિયાદ કરી

0

 

અરવલ્લી જીલ્લાના મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાને બદલે પોલીસ અરજી અરજી રમતી હોવાની બૂમો ઉઠી રહી છે ત્યારે મોડાસા તાલુકાના લીંભોઈ ગામમાં એક યુવકે જાહેર રસ્તા પર પાર્કિંગ કરેલ ગાડી હટાવવાનું કહેતા ગાડી માલિકે જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવક ફફડી ઉઠ્યો હતો યુવકે પોલીસ હેલ્પલાઈન ૧૧૨માં ફરિયાદ કરતા પોલીસજીપ સ્થળ પર પહોંચી યુવકને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અરજી આપવાનું જણાવતા બે લોકો સામે અરજી આપી હતી

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઓએ યુવક પાસેથી અરજી લીધા પછી ભરત નામના પોલીસકર્મીને મોકલી આપતા પોલીસકર્મીએ ફરિયાદી યુવકને ન્યાય આપવાના બદલે જેના વિરુદ્ધ અરજી આપી હતી તેની સાથે મળી ફરિયાદ કરવા આવેલ યુવક સામે જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીઓને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા બોલાવ્યા હોવાનો આક્ષેપ યુવકે કર્યો હતો અને ભરત નામના પોલીસકર્મીએ ભોગ બનનાર યુવકને ફોન પર દિવાળી બગાડો છો કરી અસભ્ય ભાષામાં વાત કરી રાત્રે ૧૧ વાગ્યા સુધી ભરત નામનો પોલીસ કર્મી પોલીસ સ્ટેશનમાં નહીં આવતા ફરિયાદી યુવક ચોંકી ઉઠ્યો હતો યુવકના જણાવ્યા અનુસાર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીને આરોપી બનાવવાની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરત નામના પોલીસકર્મીની શંકાસ્પદ કામીગીરીથી યુવક ચોંકી ઉઠ્યો હતો અને ૧૧૨ પોલીસ હેલ્પલાઈનમાં ફોન કરી પોલીસકર્મીની કામગીરી અંગે રોષ વ્યક્ત કર્યો હતો હેલ્પલાઈન પર હાજર કર્મીએ યુવકને પોલીસ સામે ફરિયાદ કરવી છે તેમ પૂછતા યુવકે હા જણાવ્યું હતું જોકે આ અંગે ૧૧૨ પોલીસ હેલ્પલાઈન કે પોલીસતંત્રએ શું કામગીરી કરી તે અંગે યુવક અજાણ હોવાનું જણાવ્યું હતું

લીંભોઈ ગામના જાગૃત યુવકે પટેલ ફળિયાના જાહેરરસ્તા પર લોકોને પસાર થવામાં અડચણ રૂપ વાહનો પાર્ક કરનાર બે વ્યક્તિઓ સામે નામજોગ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી તેમજ લીંભોઈ ગ્રામ પંચાયત અને જીલ્લા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!