28.9 C
Gujarat
Tuesday, November 10, 2026
Home HeadLines અરવલ્લી : દીપાવલીમાં આકાશે રોશની છવાઈ, હર્ષોલ્લાસ સાથે નવા વર્ષને વધાવ્યું, પશુધનને...

અરવલ્લી : દીપાવલીમાં આકાશે રોશની છવાઈ, હર્ષોલ્લાસ સાથે નવા વર્ષને વધાવ્યું, પશુધનને ફટાકડા ફોડી ભડકાવ્યું

0

 

 

વિક્રમ સંવત ૨૦૮૩ને અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના પ્રજાજનોએ આનંદ ઉલ્લાસ અને આતશબાજી તેમજ રોશનીથી વધાવ્યો હતો દીવડાઓના પ્રકાશ અને રોશનીથી ઝગમગાટ કરી બંને જિલ્લાની પ્રજાએ નવા વર્ષનો સત્કાર કરી આવકાર્યું હતું.દિવાળી થી માંડીને લાભપાંચમ સુધીના આ દિવાળીમહાપર્વને લોકો હર્ષોલ્લાસ અને ઉમંગભેર મનાવે છે નૂતનવર્ષના દિવસે પ્રજાજનોએ એકબીજાને ભેટીને શુભેચ્છા પાઠવી હતી આધુનિક મોબાઈલ યુગમાં જિલ્લાવાસીઓએ,સંબંધીઓ,મિત્રો,બહાર રહેતા પરિવારજનોને વોટ્સએપ,એસ.એમ.એસ,અને કોલ થી શુભેચ્છા પાઠવી હતી.દીપાવલીની રાત્રીએ જિલ્લાવાસીઓએ ફટાકડા ફોડી આતશબાજી કરતા આકાશ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું લોકોએ અને ખાસ કરી ભુલકાંઓએ મોડી રાત્રી સુધી ફટાકડા ફોડી દિવાળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી.

મોડાસા તાલુકાના રામપુર(શિણાવાડ) અને સાકરીયા ગામના પ્રજાજનોએ અને પશુપાલકોએ વર્ષોથી ચાલી આવતી પરંપરાગત રીત મુજબ ગામની પાદરે આખા ગામના પશુઓ એકઠા કરી પશુપાલકો અને પ્રજાજનો પશુઓ નજીક ફટાકડા ફોડી પશુઓને ભડકાવી અનોખી રીતે ઉજવણી કરી હતી ગામલોકોના જણાવ્યા અનુસાર પશુઓને નવાવર્ષના દિવસે ભડકાવાથી વર્ષ દરમિયાન પશુઓ બીમાર પડતા ન હોવાની માન્યતા ના પગલે દરવર્ષે આરીતે ગામ લોકો અને પશુપાલકો નવા વર્ષની ઉજવણી કરતા હોય છે તદુપરાંત ફટાકડા થી ભડકાવેલા પશુઓ આજદિન સુધી ક્યારેય કોઈ પણ માણસને નુકશાન પહોચાડ્યું નથી અને આ કાર્યક્રમ પછી બંને ગામના લોકો મંદિરે એકઠા થઈ ભગવાનની પૂજા અર્ચના કરી એકબીજાને ભેટી શુભેચ્છા પાઠવી નવું વર્ષ સૌકોઈને અને ગામ લોકોને ફળદાઈ નીવડે તેવી શુભેચ્છા પાઠવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!