27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home પીપલ અરવલ્લી: ધી ભિલોડા તા.પ્રા.શિ.ધિ. અને ગ્રા.સ.મં.લી ધ્વારા વેબસાઈટનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

અરવલ્લી: ધી ભિલોડા તા.પ્રા.શિ.ધિ. અને ગ્રા.સ.મં.લી ધ્વારા વેબસાઈટનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

0
152

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે કાર્યરત ધી ભિલોડા તાલુકા પ્રાથમિક શિક્ષક ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. ધ્વારા વેબસાઈટનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

ધી ભિલોડા તાલુકા પ્રાથમિક શિક્ષક ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. સેક્રેટરી કાંતીલાલ એસ.પટેલએ જણાવ્યું કે,વર્ષ-1965 માં સ્થાપના કરાઈ હતી.પા પા પગલી કરતા – કરતા આજે વટવૃક્ષ બન્યું છે ત્યારે મંડળીએ ખુબ જ સારી પ્રગતિ કરી છે.મંડળીના સભાસદોના સર્વાગી હિતમાં મંડળીનો સંપુર્ણ વહીવટ ઓનલાઈન શરૂ કરવાના ભાગરૂપે શુભ મુહૂર્ત દરમિયાન ચેરમેન રશમીનભાઈ કે.કલાસવા,વા.ચેરમેન ડાહ્યાભાઈ એમ.વણકર સહિત સમગ્ર કારોબારી સભ્યોની ઉપસ્થિતી દરમિયાન મંડળીની ઓનલાઈન વેબસાઈટનો લોકાર્પણ કાર્યક્રમ ઉલ્લાસભેર યોજાયો હતો.
ભિલોડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના જગદીશભાઈ ખરાડી,મંત્રી જયંતિભાઈ બરંડા,ઉપ પ્રમુખ રમેશભાઈ પટેલ,સહમંત્રી જયેશભાઈ પટેલ,શૈક્ષણિક સંધના તાલુકા પ્રમુખ જયદિપસિંહ રાઠોડ,મંડળીના પુર્વ ચેરમેનો,જુથ મંત્રીઓ,સી.આર.સી. કો.ઓ,સ્ટાફ પરીવાર સહિત શિક્ષકો,સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.ભિલોડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,એન.એ.ડામોર, બી.આર.સી કો.ઓ ચેતનાબેન પટેલએ બિરદાવ્યા હતા.ઓનલાઈન વેબસાઈટ લોકાર્પણ દરમિયાન સભાસદોમાં આનંદની લાગણી વ્યક્ત કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!