36 C
Ahmedabad
Friday, March 29, 2024

અરવલ્લી ખાખીને સલામ : ઇસરી પોલીસે રાજસ્થાનના પરિવારથી વિખુટા પડેલ માનસીક અવસ્થ યુવકનું પરિવાર સાથે મિલન કરાવ્યું


પોલીસમાં માનવતાની લાગણી નથી હોતી એવો આક્ષેપ અવારનવાર કરવામાં આવતો હોય છે ખાખી વરદી પહેરેલા પોલીસની ઇમેજ સામાન્ય રીતે કડક હોય છે. જોકે ખાખી વરદીની પાછળ માનવતાવાળો ચહેરો પણ છુપાયેલો હોય છે એવા અનેક અનુભવ જરૂરિયાતમંદ વાળા લોકોએ અનુભવ્યા છે અરવલ્લી જીલ્લામાં ખાખી ને સલામ કરવાનું કામ થાય તેમ રસ્તે રઝળતા લોકો,માનસિક રીતે બીમાર કે બેઘર લોકો અને જરૂરિયાતમંદ પરિવારો માટે દેવદૂત સમાન બની છે

Advertisement

ઈસરી પીએસઆઈ વી.એસ.દેસાઈ અને તેમની ટીમે ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલિંગ હાથધરતાં શબરી ત્રણ રસ્તા નજીક અસ્તવ્યસ્ત અને ભૂખથી પીડાતો યુવક પડી રહેલો પોલીસને નજરે ચઢતા પોલીસ યુવકની હાલત જોઈ દ્રવી ઉઠી હતી પોલીસે યુવકની પૂછતાછ કરતા યુવક માનસીક અસ્વસ્થ જણાતા પોલીસ સ્ટેશન લઇ આવી હતી યુવકને નહડાવી-ધોવડાવી સ્વચ્છ કપડાં પહેરાવી ભરપેટ જમાડતા યુવકનો ચહેરો ખીલી ઉઠ્યો હતો અને પોલીસને છાપીનો હોવાનું જણાવ્યું હતું.

Advertisement

ઇસરી પોલીસે યુવક સાથે વાર્તલાપ કરી યુવકનો ફોટો પાડી રાજસ્થાનના વિવિધ પોલીસ સ્ટેશનના થાણાં અધિકારીને મોકલી આપતા બિછીવાડા પોલીસે યુવકનું નામ સુનિલ રમેશભાઈ દૂહા (રહે,નવાગામ-બરોઠી) હોવાનું અને 15 દિવસ અગાઉ ઘરેથી ગુમ થયો હોવાનું જણાવતા પોલીસે યુવકના પરિવાજનોનો સંપર્ક કરતા પરિવારજનો તાબડતોડ ઇસરી પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા અને ગુમ યુવક સાથે મિલન થતા પરિવારજનો અને યુવકની આંખો માંથી ખુશીના અશ્રુ સરી પડ્યા હતા અને યુવક મળી આવતા પરિવારજનોએ હાશકારો અનુભવી ઇસરી પોલીસનો આભાર માની વતન રવાનો થયો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!