જાપાનમાં ભૂકંપના ભયાનક આંચકા નોંધાયા છે, જેમાં 2 લોકોના મોત જ્યારે 80 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર મળ્યા છે. ભૂકંપની તિવ્રતા એટલી વધાર ેહતી કે, બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી પડી જ્યારે લાખો ઘરોમાં વીજળી ગૂલ થઇ જતાં અંધારા પટ્ટ છવાઇ ગયું. જાપાનની રાજધાની ટોકિયોમાં બુધવાર મોડી રાત્રે ભૂકંપે તારાજી સર્જી અને લોકોને ભયભીત કરી દીધા હતા.
ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 7.3 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ટોકિયોથી 297 કિલો મિટર ઉત્તર – પશ્ચિમમાં માનવામાં આવી રહ્યું છે. ભૂકંપની તિવ્રતા ખૂબ જ વધુ હોવાથી બુલેટ ટ્રેલ પાટા પરથી ઉતરી પડી હતી. ભૂકંપમાં 2 લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી મળી છે જ્યારે 80 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે.





