34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ ગાંધીનગર રાંધેજાના બુટલેગરે શામળાજી પોલીસને હંફાવી : છોટા હાથીમાંથી 1.11 લાખનો દારૂ...

ગાંધીનગર રાંધેજાના બુટલેગરે શામળાજી પોલીસને હંફાવી : છોટા હાથીમાંથી 1.11 લાખનો દારૂ ફિલ્મી ઢબે 15 કિમી પીછો કરી ઝડપ્યો

0
194

અરવલ્લી જીલ્લા એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર પ્રોહીબીશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે છોટા હાથીમાં દારૂની ખેપ મારનાર ગાંધીનગર રાંધેજાના બુટલેગરે શામળાજી પોલીસની ખોડંબા નજીક નાકાબંધીને ભેદી ફિલ્મીઢબે હંકારી મુકતા પોલીસે પીછો કરતા રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા મરડીયા પાટીયા નજીક બુટલેગરે ઇકો કારને પાછળ ટક્કર મારતા છોટા હાથી પલ્ટી જતા પોલીસે બુટલેગરને 1.11 લાખથી વધુના દારૂ સાથે ઝડપી લીધો હતો

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી રાજસ્થાનમાંથી વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર બુટલેગનો પર તવાઈ બોલાવતા બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે

 

શામળાજી પીએસઆઇ વિરલ પટેલ અને તેમની ટીમને રાજસ્થાન તરફથી છોટા હાથીમાં દારૂની ખેપ થતી હોવાની બાતમી મળતા ખોડંબા નજીક નાકાબંધી કરતા બુટલેગરે નાકાબંધીની બાજુમાં રોડની પાસેથી બેફામ ઝડપે છોટા હાથી હંકારી મુકતા પોલીસ અચંબિત બની હતી પોલીસે પીછો કરતા 15 કિલોમીટર સુધી હાઇવે પર બુટલેગર પુરઝડપે દોડાવતા જીવણપુર નજીક ઇકો કારને પાછળથી ટક્કર મારતા છોટા હાથી પલ્ટી જતા પોલીસે ગુપ્તખાનામાંથી વિદેશી દારૂની 1.11 લાખથી વધુની વિદેશી દારૂ-બિયર જપ્ત કરી ઈજાગ્રસ્ત બુટલેગર પરેશ જ્યંતી પટેલ (રહે,રાંધેજા-ગાંધીનગર)ને દબોચી લઇ 4.11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!