31 C
Ahmedabad
Thursday, March 28, 2024

અરવલ્લી ક્રિકેટ એસોસિએશનની અમદાવાદ કૂચ : GCAના ચીફ સેક્રેટરીને મોટેરા સ્ટેડિયમમાં રજુઆત કરી,100થી વધુ ક્રિકેટરની રજુઆત


ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અનિલ પટેલને આવેદનપત્ર આપી રજુઆત કરતા હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો
અરવલ્લી જીલ્લા ક્રિકેટ એસોસિએશનને એફિલેશન ક્યારે મળશે..??
અરવલ્લી જીલ્લા ક્રિકેટ એસોસિએશનની માન્યતાના અભાવે જીલ્લાના બાળ અને યુવા ક્રિકેટરો બરોડા, ગાંધીનગર, અમદાવાદ પ્રયાણ કરે છે

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લાના નિર્માણને 9 વર્ષથી વધુ સમય થવા છતાં અનેક સુવિધાઓથી વંચિત છે મોડાસા શહેર સહીત જીલ્લાના બાળકો અને યુવાઓમાં અનેક પ્રતિભાઓ છુપાયેલી છે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગલીએ ગલીએ ક્રિકેટની પ્રતિભા છુપાયેલી છે મોડાસા શહેરમાં અરવલ્લી જીલ્લા ક્રિકેટ એસોસિએશન 9 વર્ષથી કાર્યરત છે જેમાં 1500 થી વધુ બાળ અને યુવા ક્રિકેટરો જોડાયેલ છે જો કે જીલ્લા ક્રિકેટ એશોસિએશનને ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ) દ્વારા ઉપેક્ષા કરવામાં આવતી હોય તેમ એફિલેશન ન મળતા જીલ્લાના ક્રિકેટરોને તેમનામાં રહેલી પ્રતિભાનું કૌવત બતાવવાનો મોકો મળતો નથી

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લા ક્રિકેટ એસોશિએશનના ટ્રેઝરર અને ક્રિકેટ કોચ હરજ્યોતસિંહ પુવાર અને મોટી સંખ્યામાં બાળ-યુવા ક્રિકેટરોએ જીસીએની માન્યતા ઝડપથી મળે તે માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની મોટેરા સ્ટેડિયમમાં આવેલ ઓફિસમાં સેક્રેટરી અનિલ પટેલને આવેદનપત્ર આપી જીલ્લામાં રહેલી પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે રજુઆત કરી હતી જીલ્લામાં રહેલા 8 હજાર જેટલા અધધ ક્રિકેટરોની સહી સાથે આવેદનપત્ર આપતાં જીસીએના સેક્રેટરી અનિલ પટેલે ઝડપથી અરવલ્લી જીલ્લા ક્રિકેટ એસોસિએશનને માન્યતા આપવા કાર્યવાહી કરવામાં આવશેનો હકારાત્મક જવાબ આપતા ખેલાડીઓમાં આનંદ છવાયો હતો

Advertisement

Advertisement

ક્રિકેટ કોચ હરજ્યોતસિંહ પુવારના જણાવ્યા અનુસાર, અરવલ્લી જીલ્લા ક્રિકેટ એસોસિએશનને જીસીએની માન્યતા મળે તે માટે વારંવાર માંગણી કરવા છતાં માન્યતા નહીં મળતા જીલ્લામાં રહેલી ક્રિકેટ પ્રતિભાઓ મુઝરાઈ રહી છે જીલ્લાના અનેક પ્રતિભાશાળી ક્રિકેટરો માન્યતા પ્રાપ્ત એસોશિએશનમાં જોડાવવા મજબુર બનવું પડે છે ગરીબ ક્રિકેટરો માટે માન્યતા મળે તો બહુ મોટો ફાયદો થશે અને જીલ્લામાં રહેલા ક્રિકેટરો સમગ્ર વિશ્વમાં જીલ્લાનું નામ રોશન કરવા અધીરા બન્યા છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!