27 C
Ahmedabad
Thursday, April 25, 2024

ચૂંટણી આવી પણ રસ્તો ક્યારે ? : મોડાસા થી રેલ્લાંવાડા સુધીના રસ્તાનું કામ ખોરંભે પડ્યું, વાહન ચાલકો પરેશાન,R&B વિભાગ દ્વારા રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી 


Advertisement

ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર દ્વારા વિવિધ કામોનું લોકાર્પણ પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે છેલ્લા દસ વર્ષથી મોડાસા વલ્લી થી લઇ ને રેલ્લાંવાડા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જે અનુસંધાને નજીકના સમયે 8 કરોડથી પણ વધુ રકમનું આ રસ્તાનું કામ સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર આ રસ્તામાટે ઓનલાઇન ટેન્ડરની કામગીરી પણ પરી પૂર્ણ કરી દેવામાં આવી છે પણ જાણે તંત્ર ને રસ્તાનું કામ કરવામા રસ ના હોય તેમ મૌન બેઠું છે.

Advertisement

Advertisement

રેલ્લાંવાડા ગામ એ મેઘરજના પછાત વિસ્તારનું સેન્ટર ગણવામાં આવે છે જ્યાં આજુબાજુ થી હજારો ની સંખ્યામાં લોકો મોડાસા ખાતે કામ અર્થેએ તેમજ અભ્યાસ માટે હજારો વિદ્યાર્થીઓ બસ મારફતે મુસાફરી કરી રહ્યાં છે પણ સૌથી મોટી મુશ્કેલી છે રસ્તાની છે.લોકો ને મોડાસા પોહચવા માટે એક કલાકથી પણ વધુનો સમય વિતાવી ને મોડાસા પોંહચવું પડે છે.R&B વિભાગ દ્વારા પણ રસ્તાનું પેચ કામ પણ કરવામાં આવતું નથી ત્યારે હાલ તો ખાડા વાળા રસ્તાથી વાહન ચાલકો પરેશાન થઇ રહ્યાં છે.વધુમાં રસ્તો ખરાબ હોવાથી લોકો મોડાસા જવા માટે વાયા મેઘરજ થઈને જવા મજબુર બન્યા છે.કોઈ ઇમરજન્સી કેસ આવે તો પણ દર્દી ને તાત્કાલિક સારવાર માટે લઇ જવા મુશ્કેલી પડે છે તેનું મુખ્ય કારણ છે રસ્તો.તંત્રમાં વારમવાર રજુઆત કરી છેવટે તંત્ર જાગ્યુ અને રસ્તો મંજુર કરી દીધો પણ સવાલ એ છે કે રસ્તો ક્યારે બનશે ? ચૂંટણી ટાણે વોટ બેન્ક ઉભી કરવા તો રાહ નથી જોવાઈ રહી કે શું ? બીજું એ કે શું ચૂંટણી સમયે પ્રચાર માટે રસ્તાના ખાડા પુરાશે કે પછી રસ્તો નડશે ? એ પણ સવાલ ઉભો છે ત્યારે રસ્તા બાબતે હાલ અનેક સવાલો ઉભા થયા છે ત્યારે આ બાબતે માર્ગ અને મકાન વિભાગ જાગે અને મંજુર થયેલ રસ્તાનું કામ જલ્દી થી થાય તેવી માંગ સેવાઈ રહી છે, R&B વિભાગ દ્વારા રસ્તાના સમારકામ માટે લાખો રૂપિયાના બિલ ઉધારી દેવામાં આવે છે પણ બીલો પ્રમાણે રસ્તાનું સમારકામ થતું નથી ત્યારે હવે તંત્ર જાગે અને વલ્લી થી રેલ્લાંવાડા સુધી મંજુર થયેલ રસ્તાનું કામ ઝડપથી થાય તેવી લોક માંગ સેવાઈ રહી છે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!