33.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ધર્મ / જ્યોતિષ દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યું, મંદિર પરિસરમાં ફુલડોલ ઉત્સવમાં કાન્હાના રંગે રંગાયા ભક્તો

દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યું, મંદિર પરિસરમાં ફુલડોલ ઉત્સવમાં કાન્હાના રંગે રંગાયા ભક્તો

0
251

મેરા ગુજરાત, દ્વારકા

સમગ્ર રાજ્યમાં ધુળેટીનો પર્વ હર્ષોલ્લાસ સાથે મનાવાઈ રહ્યો છે, આ વચ્ચે જગત મંદિર દ્વારકા ખાતે ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવ્યો. દૂર દૂરથી ભાવિ ભક્તો દ્વારકા મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં ફુલડોલોત્સવની ઉજવણી કરીને અબીલ-ગુલાલ છાંટીને ધુળેટીના પર્વની ઉજવણી કરતા ભક્તો નજરે પડ્યા હતા.

દ્વારકાધીશ સાથે ધુળેટીના પર્વની ઉજવણી કરવા માટે પહોંચતા દ્વારકામાં ઠેર ઠેર ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. દ્વારકારધીશાન મંદિરના પૂજારી પરિવાર સાથે રંગોના પર્વની ઉજવણી કરી ફુલડોલ ઉત્સવની ઉજવણીમાં જોડાયા હતા. ફુલડોલ ઉત્સવની ઉજવણી થતાં ભક્તિમય માહોલ દ્વારકા ખાતે જોવા મળ્યો હતો, જ્યાં જુઓ ત્યાં માનવ મહેરામણ નજરે પડ્યું હતું, અને ભક્તો કાન્હાના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!