37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ગુજરાતમાં AAP ની એન્ટ્રી, ત્રીજો મોરચો સફળ !, જાણો ક્યાં મળી બેઠક

ગુજરાતમાં AAP ની એન્ટ્રી, ત્રીજો મોરચો સફળ !, જાણો ક્યાં મળી બેઠક

0
148

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે ત્યારે ભાજપે ભવ્ય જીત મેળવી છે, આ વચ્ચે આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો મેળવી ગુજરાતમાં એન્ટ્રી કરી દીધી હોય તેવું પણ લાગે છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે. આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારોએ જીત મેળવી છે. આ પ્રસંગે અરવિંદ કેજરીવાલે તમામ લોકોને શુભેચ્છા પાઠવી છે. આ ઉપરાંત હવે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી પણ બની જશે. આપના જે પાંચ ઉમેદવારો જીત્યા છે તેમાં, બોટાદ વિધાનસભાના ઉમેશ મકવાણાની જીત થઈ છે. જ્યારે ગારીયાધાર બેઠક પર સુધીર વાઘાણીની જીત થઈ છે. જામજોધપુર બેઠક પર હેમંત ખવાની જીત થઈ છે. વિસાવદર બેઠક પર ભુપેન્દ્ર ભાયાણીની જીત થઈ છે. ડેડીયાપાડા બેઠક પર ચૈતર વસાવાની જીત થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!