29.2 C
Gujarat
Thursday, September 3, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસામાં આઈ.ટી. આઈ.ખાતે” સ્વરોજગાર પ્રોત્સાહક શિબિરનું આયોજન

અરવલ્લી : મોડાસામાં આઈ.ટી. આઈ.ખાતે” સ્વરોજગાર પ્રોત્સાહક શિબિરનું આયોજન

0

અરવલ્લી જિલ્લા રોજગાર કચેરી,મોડાસા દ્વારા મહિલા આઈ.ટી.આઈ,મોડાસા ખાતે” સ્વરોજગાર પ્રોત્સાહક શિબિર” યોજાઈ

અરવલ્લી જિલ્લા રોજગાર કચેરી,મોડાસા દ્વારા તા.16 ડિસેમ્બરના રોજ મહિલા આઈ.ટી.આઈ,મોડાસા ખાતે” સ્વરોજગાર પ્રોત્સાહક શિબિર” યોજાઈ હતી.જેમાં 170 થી વધુ રોજગાર વાછુંક ઉમેદવારો આવ્યા હતા.શિબિરનું સુચારુ પણે સંચાલન જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.સ્વરોજગાર લક્ષી વિવિધ યોજનાઓ હેઠળ લોન સહાય મેળવી પોતાનો સ્વતંત્ર રોજગાર/વ્યવસાય કરી પગભર બની શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જેમાં મોડાસા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,મોડાસા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,મોડાસા, સમાજ કલ્યાણ કચેરી,(બક્ષીપંચ)મોડાસા,અનુ.જાતિ,કચેરી,મોડાસા,અનુ.જાતિ આર્થિક વિકાસ નિગમ,મોડાસા,પ્રિન્સીપાલ મહિલા આઈ.ટી.આઈ.મોડાસા,જીલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી મોડાસા વિવિધ કચેરીના અધિકારી/કર્મચારી ઉપસ્થિત રહી વિવિધ યોજનાકીય/લોન સહાય/સ્વરોજગારલક્ષી માહિતી આપી જાતે પગભર બની શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!