28.6 C
Gujarat
Monday, August 10, 2026
Home ગુજરાત અરવલ્લી : હીટ એન્ડ રનની ઘટનામાં વાવડીના આશાસ્પદ યુવાનનું મોત , માલપુર...

અરવલ્લી : હીટ એન્ડ રનની ઘટનામાં વાવડીના આશાસ્પદ યુવાનનું મોત , માલપુર રાસાપુર ચોકડી નજીક કારે બાઈકને ટક્કર મારી

0
167

અરવલ્લી જીલ્લામાં માલપુર તાલુકાની રાસાપુર ચોકડી નજીક બેફામ ગતિએ પસાર થતી કારે બાઈકને ધડાકાભેર ટક્કર મારતા બાઈક સવાર વાવડીના આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે દોડી આવેલ માલપુર પોલીસે મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા મૃતક યુવકના પરિવારજનોએ હૈયાફાટ રૂદન કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી મૃતક યુવક બીકેટીએસ સેવા ટ્રસ્ટનો કાર્યકર હોવાથી મોટી સંખ્યામાં ટ્રસ્ટના હોદ્દેદારો અને કાર્યકરો ઉમટ્યા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર,માલપુર તાલુકાના વાવડી ગામનો મનીષ ઉર્ફે મનુભાઈ ધુળાભાઈ ખાંટ નામનો યુવક બાઈક લઇ કામકાજ અર્થે રાસાપૂર ચોકડી નજીક પસાર થતા પુરપાટ ઝડપે આવતી અર્ટિગા કારના ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર પ્રાણપંખેરું ઉડી ગયું હતું અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ માલપુર પોલીસને જાણ કરતા પોલીસ તાબડતોડ પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!