37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ પોલીસ પર હુમલો કરનાર આરોપીઓને પકડવા ફીફાં ખાંડતી મેઘરજ પોલીસ : હુમલાની...

પોલીસ પર હુમલો કરનાર આરોપીઓને પકડવા ફીફાં ખાંડતી મેઘરજ પોલીસ : હુમલાની ઘટનાને 24 કલાક પછી એક જ આરોપી હાથ લાગ્યો

0
354

હોળી-ધુળેટી પર્વમાં કાલીયાકુવા ચેકપોસ્ટ પર ફરજ બજાવતા મેઘરજના હેડ કોન્સ્ટેબલ અને બે ગ્રામ રક્ષકદળના જવાનો પર ધુળેટીના દિવસે 13 લોકોએ અમારા વાહનો કેમ ચેક કરો છો કહી ધારીયું,પાઇપ અને લાકડીઓ વડે હુમલો કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી એક જીઆરડી જવાનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડી હુમલાનો ભોગ બનેલ પોલીસ કર્મીની ફરિયાદના આધારે મેઘરજ પોલીસે 13 લોકો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જો કે પોલીસ પર ઘાતકી હુમલો કરવાની ઘટનાને 24 કલાક થી વધુનો સમય થવા છતાં આરોપીઓ પોલીસ પકડ થી દૂર રહેતા મેઘરજ પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે મેઘરજ પોલીસના પીએસઓના જણાવ્યા અનુસાર મહેશ ખેમા ડામોરને નામના એક આરોપીને દબોચી લેવામાં સાફ રહી હતી
મેઘરજ પોલીસ પર હુમલો કરનાર કાલીયાકુવાના 13 આરોપીઓ માંથી 13 આરોપીઓ જાણે ભૂગર્ભ ઉતરી ગયા હોય તેમને પકડવામાં પોલીસનો ઘટનાના ૨૪ કલાક પછી પણ પનો ટૂંકો પડી રહ્યો છે જો પોલીસ પર ધોળેદહાડે હુમલો થાય અને આરોપીઓ પકડવામાં પોલીસને હવાતિયાં મારી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે પોલીસ પર હુમલો કરનાર કાલીયાકુવાના 13 આરોપીઓ સામે શખ્ત કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કાલીયાકુવા બોર્ડર પર ફરજ બજાવવા કોઈ પોલીસકર્મી કે જીઆરડી જવાન તૈયાર નહીં થાય તેવી ચર્ચા પોલીસબેડામાં થઇ રહી છે

પોલીસ પર હુમલો કરનાર પકડાયેલ આરોપીનું નામ વાંચો

  1. મહેશ ખેમા ડામોર

પોલીસ પર હુમલો કરી પકડથી દૂર રહેલા 12 આરોપી કોણ કોણ..?

  1. મુકેશ કેશા ડામોર
  2. શૈલેષ કેશા ડામોર
  3. કેશા જવા ડામોર
  4. રમેશ અમરા ડામોર
  5. નવા અમરા ડામોર
  6. નરસિંહ હર્ષદ ડામોર
  7. હિતેશ હર્ષદ ડામોર
  8. ભાથી હજુર ડામોર
  9. કાળુ હજુરભાઇ ડામોર
  10. સુરમા શના ડામોર
  11. લાલા સોમા ડામોર
  12. રાજેશ ચંદુ ડામોર (તમામ રહે, કાલીયાકુવા-મેઘરજ, જીલ્લો અરવલ્લી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!