33.7 C
Gujarat
Thursday, August 6, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોડાસા વિસ્તારની 15 વર્ષની સગીરાને રોમીયો ભગાડી જતા પરિવારજનો ચિંતિત,...

અરવલ્લી : મોડાસા વિસ્તારની 15 વર્ષની સગીરાને રોમીયો ભગાડી જતા પરિવારજનો ચિંતિત, ટાઉન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

0
158

અરવલ્લી જીલ્લામાં સગીરા અને યુવતીઓના અપહરણ અને પ્રેમમાં લલચાવી ભગાડી જવાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગ્રામ્ય વિસ્તારની 15 વર્ષની સગીરાને એક છેલબટાઉ છોકરો ભગાડી જતા ભારે ચકચાર મચી છે ટાઉન પોલીસે સગીરા ગુમ થવા અંગે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા શહેરને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા રવિવારે બપોરે ઘરેથી નીકળ્યા પછી સાંજ સુધી પરત ન ફરતા સગીરાના પરિવારજનોએ ભારે શોધખોળ હાથધરી હતી પરિવારજનોને સગીરાને સન્ની નામનો યુવક ભગાડી ગયો હોવાની જાણ થતા પરિવારજનોએ સંભવીત સ્થળો અને સગા-સંબંધીના ઘરે તપાસ કર્યા પછી પણ સગીરાની કોઈ ભાળ ન મળતા પરિવારજનો મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા મોડાસા ટાઉન પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે સન્ની નામના યુવક સામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!