ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂના ધંધામાં મબલખ કમાણીના પગલે બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવવાની સાથે લકઝુરિયસ કાર મારફતે વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે ઇસરી પોલીસે પંચાલ ગામ નજીક સ્કોડા કારમાંથી 73 હજારની વિદેશી દારૂની મોંઘીદાટ 60 બોટલ ઝડપી પાડી ફરાર કાર ચાલક બુટલેગર સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ઇસરી પીએસઆઇ વી.એસ.દેસાઈ અને તેમની ટીમે અંતરિયાળ માર્ગો પર પેટ્રોલિંગ હાથધરતા પંચાલ ગામ તરફ જતા મરૂન કલરની સ્કોડા કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની પંચાલ નજીક નાકાબંધી કરતા બુટલેગર નાકાબંધી જોઈ રોડ પર કાર મૂકી ફરાર થઇ જતા પોલીસે કારમાંથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 60 બોટલ કીં.રૂ.73200/- અને કાર મળી કુલ.રૂ.4.73 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કાર ચાલક બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા