31.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ધનસુરામાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલ રાજસ્થાનના ચોરને LCBએ શામળાજી નજીકથી ઝડપી...

અરવલ્લી : ધનસુરામાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલ રાજસ્થાનના ચોરને LCBએ શામળાજી નજીકથી ઝડપી લઇ જેલના સળિયા પાછળ ધકેલ્યો

0
136

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા એલસીબી પોલીસે શામળાજી નજીક ધનસુરામાં ચોરીના ગુન્હામાં નાસતા-ફરતા રાજસ્થાનના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતાં ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુન્હાને અંજામ આપી નાસતો- ફરતો આરોપી દીપેશ ઉર્ફે દીપો કાંતિ ઢૂહા (રહે,ધામોદ, વીંછીવાડા-રાજ) શામળાજી તરફ ચાલતો ચાલતો આવતો હોવાની બાતમી મળતા પોલીસ શામળાજી નજીક વોચ ગોઠવી દીપેશ ઢૂહાને કોર્ડન કરી દબોચી લેતા બિન્દાસ્ત શામળાજી પંથકમાં રખડતા આરોપીના મોતિયા મરી ગયા હતા જીલ્લા એલસીબી દીપેશ ઢુંહાની અટકાયત કરી ધનસુરા પોલીસને સુપ્રત કરવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!