લો કોલેજ મોડાસા અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણનાં એન.એસ.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે યુવા નેતૃત્વ તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી જિલ્લાના પોલીસ વડા સંજય ખરાત અને શિબિર ઉદઘાટક તરીકે ડૉ જે. ડી. ડામોર પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર રાષ્ટ્રીય સેવા યોજના, હેમ.ઉ.ગુ.યુનિ., પાટણ પધાર્યા હતા. સમારંભ અધ્યક્ષ તરીકે નવીનચંદ્ર આર.મોદી પ્રમુખ મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ અને અતિથિ વિશેષ તરીકે મંડળ ના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ વી.શાહ તથા લૉ ફેકલ્ટી ના ડીન ડૉ. અશોક એમ. શ્રોફ ઉપસ્થીત રહેલ. લૉ કૉલેજ ના આચાર્ય ડૉ.રાજેશ વ્યાસ દ્રારા સૌને આવકારવામાં આવેલ હતાં. શિબિરમાં યુની. સંલગ્ન ઉત્તર ગુજરાત ના પાંચ જિલ્લાની વિવિધ કોલેજોનાં વિઘાર્થીઓ આ તાલીમમાં જોડાયા હતાં. ત્રિદિવસીય શિબિરમાં પ્રથમ દિવસે હિમાંશુભાઈ પટેલ પુર્વ સરપંચ પુંસરી મોડેલ વિલેજ, સમીર પટેલ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરવલ્લી, રાકેશ પ્રજાપતિ આચાર્ય એમ એસ ડબલ્યુ કોલેજ મોડાસા પધારેલા હતાં.બીજા દિવસે ડો ગોપાલભાઈ પટેલ પ્રોફેસર આર્ટસ કૉલેજ ધનસુરા, પ્રો.ડૉ જયપ્રકાશ જાની લૉ કૉલેજ હિમતનગર, ડૉ જગદીશભાઈ પ્રજાપતિ આચાર્ય સરકારી સાયન્સ કોલેજ થરાદ અને પ્રા. હની ચોધરી આર્ટસ કોલેજ ધનસુરા પધારેલ હતા.શિબિરના ત્રીજા દિવસે ડૉ. સંતોષભાઈ દેવકર શિક્ષણવિદ અને લેખક, ડૉ. મિતેશ પટેલ કેમ્પસ ડાયરેકટર એશિયન ઇન્સ્ટિટ્યૂટ વડાલી, ડૉ. જિગ્નેશભાઈ સુથાર આચાર્ય એચ એલ પટેલ સરસ્વતી વિદ્યાલય મોડાસા પધારેલ હતા. શિબિર ના સમાપન સમારંભમાં અધ્યક્ષ તરીકે મહેન્દ્રભાઈ વી શાહ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ અલ્પાબેન ડી ભટ્ટી તેમજ લૉ કૉલેજ પરિવાર દ્વારા કરવામાં આવ્યું.