31.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોતની દોરી વેચતા કઉંના યુવકને મોડાસા રૂરલ પોલીસે દબોચ્યો,મોનો સ્કાય...

અરવલ્લી : મોતની દોરી વેચતા કઉંના યુવકને મોડાસા રૂરલ પોલીસે દબોચ્યો,મોનો સ્કાય કંપનીની 8 ફીરકી જપ્ત કરી

0
140

ચાઈનીઝ દોરીના વેચાણની વિગતો સામે આવ્યા બાદ અરવલ્લી પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું 

જીવલેણ ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવા છતાં છૂટથી તેનું વેચાણ થઈ રહ્યું છે અને મોતનો ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે.અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ ચાઈનીઝ દોરી વેચાણ કરતા મોતના સોદાગરોની ખાનગી રહે તપાસ હાથધરી છે મોડાસા રૂરલ પોલીસે કઉં ગામમાં ચાઈનીઝ દોરી વેચાણ કરતા યુવકને 8 ફીરકી સાથે દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અરવલ્લી જીલ્લામાં પતંગ રસિયાઓ ઓનલાઈન ચાઈનીઝ દોરી પણ મંગાવી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ હતી

મોડાસા રૂરલ પીએસઆઇ ચેતનસિંહ રાઠોડને કઉં ગામનો કિરણ હીરાભાઈ ભેગોરા નામનો યુવક ચાઈનીઝ દોરીનો ઘરેથી વેપલો કરતો હોવાની બાતમી મળતા તેમની ટીમ સાથે તાબડતોડ કીરણ ભેગોરા ઘરે ત્રાટકી તપાસ હાથધરતાં બાથરૂમ ઉપર મિણીયાની થેલીમાં રાખેલી ચાઈનીઝ દોરીની ફિરકી નંગ-8 કીં.રૂ.2400/- નો જથ્થો જપ્ત કરી યુવક સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!