29.4 C
Gujarat
Friday, July 17, 2026
Home ક્રાઇમ અરવલ્લી : બે અકસ્માતમાં બે યુવાનોના મોત, મેઘરજના ખોખરીયા નજીક બાઈક સ્લીપ...

અરવલ્લી : બે અકસ્માતમાં બે યુવાનોના મોત, મેઘરજના ખોખરીયા નજીક બાઈક સ્લીપ થતા ભાઈની આંખો સામે ભાઈએ દમ તોડ્યો

0
139

સમગ્ર ગુજરાતમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી વચ્ચે અકસ્માતની વણજાર યથાવત જોવા મળી રહી છે અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે અરવલ્લી જીલ્લામાં બે જુદા-જુદા અકસ્માતમાં બે યુવાનોના મોત નીપજ્યું હતું રાજસ્થાનના બાઈક પર કરિયાણું ખરીદવા નીકળેલ બે ભાઈની બાઈક ખોખરીયા નજીક સ્લીપ થઇ જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો અન્ય એક અકસ્માતમાં મોડાસા-અણીયોર રોડ પર બાઈકને અજાણ્યા વાહને ટક્કર મારતા માથાસુલીયા ગામના યુવકનું પ્રાણપંખેરું ઉડી જતા સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

પ્રાપ્ત માહિતી મુજબ, રાજસ્થાનના સીમલવાડા તાલુકાના ગોહલીયા ગામના ધનપાલ કટારા નામનો યુવક તેના ભાઈની બાઈક પાછળ બેસી મેઘરજ કરિયાણું ખરીદવા આવી રહ્યા હતા ખોખરીયા ગામ નજીક બાઈક સ્લીપ થતા બંને ભાઈઓ રોડ પર પટકાતા ધનપાલ કટારાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મેઘરજ સારવાર અર્થે ખસેડાતા યુવકને પ્રાથમિક સારવાર આપી મોડાસા સારવાર અર્થે ખસેડાતા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા મૃતક યુવકની લાશને મેઘરજ પોલીસે પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા તાલુકાના માથાસુલીયા ગામનો કમલેશ ચંદુભાઈ પગી (ઉં.વર્ષ-26)નામનો યુવક બાઈક લઈને કામકાજ અર્થે નીકળ્યો હતો કામકાજ પૂર્ણ કરી ઘર તરફ પરત ફરતા મોડાસા-અણીયોર રોડ પર રાત્રીના સુમારે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા બાઈક ચાલક યુવકનું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી અકસ્માતના પગલે દોડી આવેલ પોલીસે મૃતકની લાશને પીએમ માટે માલપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી મૃતક યુવકના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!