30 C
Ahmedabad
Tuesday, March 28, 2023

BIG BREAKING : પરિવારે કહ્યું જન્મ દીકરાનો થયો હોસ્પિટલે દીકરી પકડાવી દીધીનો આક્ષેપ,મોડાસાની સાર્વજનિક હોસ્પિટલની ઘટના


ગાયનેક તબીબ મેહુલ પટેલે પરિવારજનોએ કરેલ આક્ષેપ તદ્દન પાયા વિહોણા ગણાવ્યા

Advertisement

અરવલ્લી જીલ્લા સહીત સમગ્ર પંથકમાં આરોગ્યલક્ષી સેવાઓ માટે ખ્યાતનામ મોડાસા શહેરની સાર્વજનિક હોસ્પિટલમાં નવજાત બાળક બદલાઈ ગયું હોવાની ઘટના બની હોવાનો આક્ષેપ થતા ભારે દેકારો મચી ગયો હતો માલપુરના રામપુર ગામની પ્રસૂતા મહિલા અને તેના પરિવારજનોએ હોસ્પિટલે બાળક બદલી દીધું હોવાનો સનસનાટી ભર્યો આક્ષેપ કરી હોબાળો કરતા સાર્વજનિક હોસ્પિટલના સત્તાધીશોએ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી સાર્વજનીક હોસ્પિટલના તબીબ અને સત્તાધીશોએ બાળક બદલાયાના આક્ષેપને તદ્દન પાયાવિહોણો ગણાવ્યો હતો સાર્વજનીક હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપ થતા તબીબ આલમ અને જીલ્લામાં તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે

Advertisement

માલપુર તાલુકાના રામપુર ગામના તારાબેન જગાભાઈ તરાર નામની મહિલાને નવ દિવસ અગાઉ પ્રસુતાની પીડા ઉપડતા મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ડીલેવરી માટે લાવવામાં આવી હતી મધ્યરાત્રિએ મહિલાએ બાળકને જન્મ આપતા દીકરાનો જન્મ થયો હોવાનું જણાવ્યું હતું અને બાળકને પેટીમાં મુકવાનું જણાવ્યું હોવાથી બાળકને પેટીમાં મુક્યા બાદ મંગળવારે પરિવારને હાથમાં દીકરી હાથમાં આપતા બાળકના માતા-પિતા ચોંકી ઉઠ્યા હતા અને બાળક બદલવામાં આવ્યું હોવાનો આક્ષેપ હોસ્પીટલ સામે કર્યો હતો મહિલાના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ
ઉમટી પડ્યા હતા અને હોસ્પીટલમાં બાળક બદલી નાખવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ મૂકી દેકારો મચાવતા હડકંપ મચ્યો હતો સમગ્ર ઘટનાના પગલે સાર્વજનીક હોસ્પિટલના સત્તાધીશો અને તબીબ હોસ્પિટલ પહોંચી પરિવારજનોને સમજાવવાનો પ્રયત્ન કરતા પરિવારજનોમાં વધુ આક્રોશ ઉભો થતા તાબડતોડ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી પોલીસ હોસ્પિટલ પહોંચી મામલો થાળે પાડવા પ્રયત્નો હાથધર્યા હતા

Advertisement

બાળકના પિતા જગાભાઈના સાર્વજનીક હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપ કર્યા
રામપુર ગામના જગાભાઈ તરારના જણાવ્યા અનુસાર સાર્વજનિક હોસ્પિટલમાં મારી પત્નીએ બાળકને જન્મ આપતા લેબરરૂમમાંથી સીધું પેટીમાં મુક્યો હતો અને બાબો થયો હોવાનું જણાવ્યું હતું અને બાળકને રજા આપી ત્યારે દીકરાની જગ્યાએ દીકરી પકડાવી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો અને અમને અમારો દીકરો આપોની માંગ કરી હતી બીજીબાજુ પ્રસૂતા મહિલા તો દીકરી થઇ હોત તો પેટીમાં થોડી મુકતા જેવી વાત કરતી નજરે પડી હતી

Advertisement

સાર્વજનિક હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાત તબીબ મેહુલ પટેલ ના જણાવ્યા અનુસાર
મોડાસા શહેરની સાર્વજનિક હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષથી ગાયનેક તબીબ તરીકે ફરજ બજાવતા મેહુલ પટેલે જણાવ્યું હતું કે તારાબેન જગાભાઈ તરાર નામની મહિલાએ 9 જાન્યુઆરીની રાત્રે 1 વાગે ડીલેવરી થઇ હતી તેમાં બાળકીનો જન્મ થયો હતો અને 35 મિનિટ્સ પછી અન્ય એક મહિલાની ડીલેવરી થઇ હતી તેને પણ દીકરીને જન્મ આપ્યો હતો એટલે બાળક બદલાઈ જવાનો આક્ષેપ વ્યાજબી નથી અને છતાં પણ તેમને કોઈ શંકા હોય તો યોગ્ય કાર્યવાહી કરી શકે છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!