36 C
Ahmedabad
Saturday, April 20, 2024

અરવલ્લી : મેઢાસણના દહેજ ભૂખ્યા સાસરિયાઓએ ધંધા માટે 4 લાખ રૂપિયા માંગી માનસિક ત્રાસ આપી હિંમતનગર ઘરેથી કાઢી મૂકી


મોડાસા તાલુકાના મેઢાસણ ગામના અને હાલ હિંમતનગર રહેતી પરણિતા પાસે સાસરીયાઓ દ્વારા ત્રાસ ગુજારી પતિએ ધંધા માટે 4 લાખ રૂપિયાની માંગ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા પરણિતાએ પતિ અને સાસુ વિરુદ્ધ પોલીસ ફરીયાદ કરાતાં જ સાસરીયા વિરૃધ્ધ ફીટકારની લાગણી વરસી હતી. પરણિતા મહિલા અને તેની વિધવા માતા દ્વારા અરવલ્લી મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરી ૫રણિતાનેને ન્યાય મળે તેવી માંગ પણ પરિવાર દ્વારા કરાઈ છે.

Advertisement

મોડાસા શહેરના સર્વોદયનાગર વિસ્તારમાં રહેતી અનિતાબેન ભોઈના લગ્ન સામાજીક રીતરિવાજ મુજબ મેઢાસણ ગામના અને હાલ સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરની નૌતન વિહાર સોસાયટીમાં રહેતા પ્રકાશ કનુભાઈ ભોઈ સાથે બે વર્ષ અગાઉ લગ્ન થયા હતા લગ્નના થોડા દિવસ પતિ અને સાસુએ સારી રીતે પરણિતા સાથે વર્તન કર્યા પછી પતિ અને સાસુ દ્વારા કામકાજ અર્થે શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરવા છતાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી યુવતી પતિ અને સાસુનો મૂંગા મોઢે ત્રાસ સહન કરતી હતી ત્યાર બાદ પતિ દ્વારા ધંધો કરવા 4 લાખ રૂપિયાની માંગ કરી મારઝૂડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મુકતા પરણિતા નિઃસહાય હાલતમાં મુકતા મોડાસા માતાના ઘરે રહેવા મજબુર બની હતી સામાજીક રીતે સમાધાનના પ્રયત્નો પણ નિર્થક રહેતા આખરે મહિલાએ અરવલ્લી જીલ્લા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
અરવલ્લી જીલ્લા મહિલા પોલીસ સ્ટેશનમાં અનિતાબેન ભોઈ નામની મહિલાએ હિંમતનગર રાયકાનગર નૌતમ વિહાર સોસાયટીમાં રહેતા પ્રકાશ કનુભાઈ ભોઈ (પતિ) અને શાકુંતલાબેન ઉર્ફે શકરીબેન કનુભાઈ ભોઈ (સાસુ) સામે ઇપીકો કલમ-498(A),323,504,506(2), 114 તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમ કલમ-4 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!