31 C
Gujarat
Friday, July 17, 2026
Home ગુજરાત Paper Leaked: અરવલ્લીના શામળાજી ST ડેપોમાં ઉમેદવારોને ઉતારી દેવાતા રોષ

Paper Leaked: અરવલ્લીના શામળાજી ST ડેપોમાં ઉમેદવારોને ઉતારી દેવાતા રોષ

0
133

પંચાયત બોર્ડની જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીકની ઘટનાના પડઘાં સમગ્ર રાજ્યમાં પડ્યા છે ત્યારે ઠેર ઠેર વિરોધ અને આક્રોશ ઠાલવતા વીડિયો સામે આવી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વિદ્યાર્થીઓએ હાલાકીઓનો સામનો કરવો પડ્યો, ક્યાં બસ નહીં મળવી તો ક્યાંક ભાડૂ વસૂલવાની સમસ્યાને લઇને ઉમેદવારો રોષે ભરાયા હતા.

શામળાજી બસ સ્ટેશન ખાતે એસ.ટી. તંત્ર ના કર્મચારીઓ અને પરીક્ષાર્થીઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતું. સાબરકાંઠાના ઈડર પરીક્ષા આપવા જતાં પરીક્ષાર્થીઓને શામળાજી એસ.ટી. બસ સ્ટેશન ખાતે ઉતારી દેવાયા હતા, જેને લઇને પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો.

શામળાજી ડેપો ખાતે પરીક્ષાર્થીઓને ઉતારી દેવાતા રોષ જોવા મળ્યો હતો અને મોડાસા પરત ઉતારવાની પણ માંગ કરવામાં આવી હતી. પરીક્ષાર્થીઓ અને એસ.ટી. ના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને અરવલ્લી જિલ્લાના અલગ વિસ્તારોમાં આવેલી શાળાઓમાં પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવી હતી, જેને લઇને આસપાસના જિલ્લાના ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા હતા, જેને લઇને હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!