38 C
Ahmedabad
Friday, April 19, 2024

બસમાં પરીક્ષાર્થીઓને હાલાકી ન પડે તે માટે દાહોદ વહીવટી તંત્ર સતર્ક, અધિકારીઓને સૂચનો કર્યા, ડેપોથી એનાઉન્સમેન્ટ


જુનિયર ક્લાર્કની પરીક્ષા ના પેપર લીક થવાની ઘટનાને લઇને એક તરફ સમગ્ર રાજ્યમાં ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ વહીવટી તંત્ર સાબદુ બન્યું છે. એસ.ટી. વિભાગ દ્વારા કેટલીક જગ્યાએ ગેરસમજને લઇને પરીક્ષાર્થીઓ પાસેથી ટિકિટ વસૂલ કરાઈ રહી છે ત્યારે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. દાહોદ જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ અધિકારીઓને સૂચનો કરી ને એસ.ટી. સ્ટેશનની મુલાકાત કરવા સૂચનો કર્યા છે.

Advertisement

દાહોદ કલેક્ટર ડોક્ટર હર્ષિત ગોસાવીએ જિલ્લાના અધિકારીઓને સૂચનો કરતા અધિકારીઓએ એસ.ટી. ડેપોની મુલાકાત કરી હતી, જ્યાં એસ.ટી. વિભાગના કર્મચારીઓએ ઉમેદવારો માટે એનાઉન્સમેન્ટ કરીને હોલ ટિકિટના આધારે નિ:શુલ્ક મુસાફરી કરવા માટે જણાવ્યું હતું.

Advertisement

અત્રે ઉલ્લેખનિય છે કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાની ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પરીક્ષા આપવા માટે ગયેલા ઉમેદવારોએ હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો ક્યાં ભાડૂ ચુકવવાની ઘટનાઓને લઇને પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!