29.4 C
Gujarat
Friday, July 17, 2026
Home HeadLines ધ બર્નિગ ડમ્પર : શીણાવાડ GIDC નજીક રેતી ડમ્પરનું ટાયર ફાટતા ડીઝલ...

ધ બર્નિગ ડમ્પર : શીણાવાડ GIDC નજીક રેતી ડમ્પરનું ટાયર ફાટતા ડીઝલ ટેન્કમાં આગ લાગતા ડમ્પર આગમાં ખાખ

0
144

અરવલ્લી જીલ્લામાં વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે મોડાસા-મેઘરજ રોડ પર શીણાવાડ જીઆઈડીસી નજીક રોડ પરથી પસાર થતા રેતી ભરેલ ડમ્પરનું ટાયર ફાટતા ધ બર્નિંગ ટ્રકના દ્રશ્યો જોવા મળ્યા હતા ડમ્પરમાં આગ લાગતા ડ્રાઇવર કૂદી જતા આબાદ બચાવ થયો હતો ડમ્પરમાં આગ લાગતા મોડાસા ફાયર બ્રિગેડ ટીમ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો ડમ્પરમાં આગ લાગતા વાહનવ્યવહાર થંભી ગયો હતો લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા

મોડાસા- મેઘરજ રોડ પર શીણાવાડ GIDC નજીક પસાર થતા રેતી ભરેલા ડમ્પરનું અગમ્ય કારણોસર ટાયર ફાટતા ડમ્પર રોડ પર પટકાતા ડીઝલ ટેંકમાં આગ ભભૂકી ઉઠતા ડમ્પર ચાલકે સમય સુચકતા વાપરી ડમ્પર રોડ સાઈડ કરી કૂદી પડ્યો હતો ડમ્પરમાં ભયાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા ડમ્પરમાં લબકારા મારતી આગને પગલે સ્થાનિકોએ મોડાસા પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવતા આગ આજુબાજુના વિસ્તારમાં પ્રસરતી અટકતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ડમ્પર ગણતરીના સમયમાં રાખમાં ફેરવાઈ ગયું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!