35 C
Ahmedabad
Friday, April 26, 2024

અરવલ્લી : મેઘરજના રોલા ગામેથી DJના સ્પીકર ચોરી કરી રાજસ્થાનમાં સંતાડી દીધા,પોલીસે આરોપીને 93 હજારના 6 સ્પીકર સાથે દબોચ્યો


મેઘરજ પોલીસે સ્પીકર ચોરીમાં ઉપયોગમાં લીધેલ બોલેરો જીપ, અપાચે બાઈક જપ્ત કરી અન્ય 5 આરોપીને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ

Advertisement

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રોલા ગામેથી રાત્રીના સુમારે ડી જે સાઉન્ડ સિસ્ટમના ભારેભરખમ 6 સ્પીકરની ચોરી થતા ભારે ચકચાર મચી હતી મેઘરજ પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ ટાવર લોકેશનના આધારે ડીજે ચોરીના ગુન્હાનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલી નાખી ચોરી કરેલ ડીજે સ્પીકર રાજસ્થાનના આરોપીના ઘરેથી રિકવર કરી સ્પીકર ચોરીમાં ઉપયોગમાં લીધેલ બોલેરો જીપ અને અપાચે બાઈક જપ્ત કરી સ્પીકર ચોરીમાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

મેઘરજ પીએસઆઇ ચેતનસિંહ રાઠોડ અને તેમની ટીમે રોલા ગામે થયેલ 6 ડીજે સ્પીકરની ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા બાતમીદારો સક્રિય કરી ચોરી કરનાર આરોપીઓના મોબાઈલ ટાવર લોકેશનનું ઝીણવટ ભર્યું એનાલીસીસ કરવાની સાથે સીસીટીવી ફૂટેજ તપાસ હાથધરી રાજસ્થાનમાં પડાવ નાખતા ડીજે સ્પીકર ચોરીમાં સંડોવાયેલ આરોપી અપાચે બાઈક સાથે રાસ્તા પાસેથી દબોચી લીધો હતો પોલીસે જીવરામ ઉર્ફે જીવો ખરાડીની સઘન પૂછપરછ કરતા રોલા ગામેથી ડીજે સ્પીકર અન્ય 5 આરોપી સાથે ચોરી કરી હોવાનું અને ચોરી કરેલ સ્પીકર રસ્તાના મહેશ કાંતિલાલ રોત ઘરે સંતાડ્યા હોવાનું જણાવતા પોલીસે આરોપી સાથે મહેશ કાંતિલાલ રોતના ઘરે ત્રાટકી 93 હજારના 6 સ્પિકર અને સ્પીકર ચોરીમાં વાપરેલ બોલેરો જીપ અને બાઈક જપ્ત કરી હતી

Advertisement

ડી.જે. ચોરી ગુન્હામાં પકડાયેલ આરોપી સહીત અન્ય 5 આરોપી કોણ કોણ વાંચો
1)જીવરામ ઉર્ફે જીવો દરપણ ખરાડી (રહે, રાસ્તા-સીમલવાડા, રાજસ્થાન)
2)મહેશચંદ્ર ભેમા આંબલીયા
3)રાજુ ઉર્ફે રાજકુમાર બદરીનાથ આંબલીયા
4)સંજય જ્યંતી આંબલીયા (ત્રણે રહે,બલવણીયા-રાજસ્થાન)
5)દિનેશ ખાતરા ખરાડી
6)મહેશ કાંતિ રોત (બંને, રહે રાસ્તા-રાજસ્થાન)

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!