26.6 C
Gujarat
Sunday, August 30, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસાના સંજેલી ગામ નજીક બેકાબુ ઈકો કાર વીજપોલ સાથે ભટકાઈ...

અરવલ્લી : મોડાસાના સંજેલી ગામ નજીક બેકાબુ ઈકો કાર વીજપોલ સાથે ભટકાઈ ખેતરમાં ઉતરી પડી, ત્રણ વીજપોલ ધરાશાયી

0

 

અરવલ્લી જીલ્લાના માર્ગ પર વાહનચાલકો ટ્રાફિકના નિયમનો ઉલાળીયો કરી બેફામ ગતિએ વાહન હંકારી અકસ્માત સર્જી રહ્યા છે મોડાસા-મેઘરજ રોડ પર ઇકો કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ સાઈડ વીજપોલ સાથે ભટકતા ત્રણ જેટલા વીજપોલ ધરાશાયી થતા ભારે અફરાતફરી મચી હતી સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર,મેઘરજ તાલુકાના નાથાવાસ ગામના ઇકો ચાલક કામકાજ અર્થે સંજેલી-દોલપુર નજીક પસાર થતા અગમ્ય કારણોસર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ઇકો કાર રોડ પર ઉતરી વીજપોલ સાથે ભટકાઈ ખાડામાં ઉતરી પડતા ઇકો કાર ભંગારમાં ફેરવાઈ હતી અકસ્માતના પગલે લોકો દોડી આવ્યા હતા ઇકો કાર ચાલકનો આબાદ બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!