અગાઉ પાંચ જેટલી લૂંટ અને ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ રાજસ્થાનના આરોપીઓને પકડી 20,000 નો મુદ્દામાલ કબજે કર્યો
બાઈક ચોરી સહિત અંતરીયાળ રસ્તા ઉપર આવતા-જતા રાહ દારીઓને તીક્ષ્ણ હથિયારની અણીએ લૂંટતા હતા
સાબરકાંઠામાં જ નહીં સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવતી આંતરરાજ્ય કરતી ગેંગના બે ઈસમો ને ઝડપી પાડવામાં સાબરકાંઠા એલસીબી ને મોટી સફળતા મળી છે. સાબરકાંઠાના ગાંભોઈ ખાતે આવેલ સરવાળા ગામમાં લૂંટને અંજામ આપનાર ઇસમોને ટેકનિકલ સર્વિલન્સ ની મદદથી ગાંભોઈ રણાસણ ત્રણ રસ્તા પાસેથી ઝડપી લઇ અન્ય લૂંટ તેમજ ઘર ફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર બે ઈસમોને ઝડપી લઇ જેલ હવાલે કર્યા છે.
સાબરકાંઠા એલસીબી ટીમ ગાંભોઈ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ગાંભોઈના સરવણાની સીમમાં લૂંટને અંજામ આપનાર રાજસ્થાન (ડુંગરપુરના) ના બે લોકો ગાંભોઈ રણાસણ ત્રણ રસ્તા પાસેના હાઇવે જોડે ઉભેલ હોય પોલીસે બાતમીના આધારે સ્થળ ઉપર જઈ બંનેને ઝડપી લીધા હતા અને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ દરમિયાન બંને ઈ સમયે સરવાણા ગામમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યું હોવાનું કબૂલ્યું હતું અને અન્ય પાંચ જગ્યાએ લૂંટની ઘટનાને અંજામ આપ્યું હોવાનું કબૂલ્યું હતું.
પકડાયેલ આરોપીઓ બીજુડા ગેંગનો વિજય દેવજી અસારી તથા રાકેશ મીણા પૈકી અન્ય ત્રણ ઈસમો ચોરીની ઘટનામાં સાથે હોવાનું કબૂલ્યું હતું ત્યારે અન્ય ત્રણને આરોપીઓને પકડી પાડવા પોલીસ છે ત્યજવિજ હાથ ધરી છે