30.3 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines ધંધા-રોજગાર માટે મોડાસામાં આવેલ મરાઠી દંપતિને નશેડી યુવકનો કડવો અનુભવ : ચાર...

ધંધા-રોજગાર માટે મોડાસામાં આવેલ મરાઠી દંપતિને નશેડી યુવકનો કડવો અનુભવ : ચાર રસ્તા પોલીસ ચોકી નજીક દંપતિ સાથે ગેરવર્તણૂક

0
175

પરપ્રાંતીય દંપતી સાથે નશેડી યુવકે ગેરવર્તણૂક કરતા મહિલા થરથર કોપી ઉઠી હતી, નશેડીના ડરથી દંપતી સ્થળ છોડી દીધું હતું

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં રાત્રીના સુમારે નશેડીઓ બેફામ બનતા હોવાની બૂમો છાસવારે ઉઠતી રહી છે મોડાસા શહેરમાં ધંધા-રોજગારની શોધમાં મહારાષ્ટ્રનું દંપતિ સ્થાઈ થયું છે ચાર રસ્તા પોલીસ ચોકી નજીક પસાર થતા એક નશેડી લબરમૂછિયા યુવક સાથે મહિલાના પતિનો ખભો અડી જતા નશેડી યુવક બેફામ બની દંપતિ સામે બબાલ કરી હુમલો કરવાનો પ્રયત્ન કરતા લાચાર પરપ્રાંતીય દંપતી રીક્ષા કરી સ્થળ છોડી દેવાનો પ્રયત્ન કરતા નશેડી યુવકે રીક્ષાનો પીછો કરી મહિલાનો હાથ ખેંચવાનો પ્રયત્ન કરતા રોડ પર પટકાતા લોકોના ટોળેટોળા દોડી આવ્યા હતા પોલીસે નશેડી યુવકને ઝડપી પાડી પોલીસ સ્ટેશન લઇ જતા મામલો થાળે પડ્યો હતો

મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકી સામે ટાઉન હોલ નજીક પસાર થતા મરાઠી દંપતી સાથે એક નશેડી યુવક સામસામે અથડાવવા જેવી સામાન્ય બાબતમાં ડોનગીરી પર ઉતરી આવ્યો હતો અને મહારાષ્ટ્રીય દંપતિ પર પૈસા ચોરીનો આરોપ લગાવી ઝગડો શરૂ કરતા મહિલા અને તેનો પતિ રીતસરનો ડઘાઈ ગયો હતો લોકો એકઠા થતા મરાઠી દંપતી અજાણ્યા શહેરમાં સ્થળ છોડી દેવાનું મુનાસીબ સમજી રિક્ષામાં બેસી બસ સ્ટેન્ડ તરફ જતા નશેડી યુવકે હંગામો કરી રીક્ષા પાછળ દોડી ચાર રસ્તા શાળા નજીક મહિલાનો હાથ ખેંચવાનો પ્રયત્ન કરતા નશેડી યુવક રોડ પર ફસડાઈ જતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ચાર રસ્તા પોલીસ ચોકી પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ દોડી પહોંચી નશેડી યુવકને ઝડપી પાડી ચાર રસ્તા પોલીસ ચોકીમાં બેસાડી પોલીસ જીપમાં ટાઉન પોલીસ સ્ટેશનમાં લઇ ગઈ હતી.

મોડાસા ચાર રસ્તા પર નશાની હાલતમાં હજુતો મૂછનો દોરો પણ ફૂટ્યો નથી અને ફિલ્મી સ્ટાઈલમાં ભાઈગીરી કરી પરપ્રાંતીય દંપતી સાથે ગેરવર્તણૂક કરતા લબરમુછીયા યુવક સામે શખ્ત કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવવામાં આવેની લોક માંગ ઉઠી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!